નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે ઉત્તરાખંડના (Uttarakhand) ઋષિકેશમાં (Rishikesh) એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ મોદી સરકારને મજબૂત સરકાર ગણાવી હતી. આ સાથે જ તેમણે આતંકવાદ (Terrorism) જેવા મુદ્દા ઉપર પણ વાત કરી હતી.
વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં મોદીની મજબૂત સરકાર છે. એટલા માટે આતંકવાદીઓ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. હાલ દેશમાં મોદી સરકારના પડઘા એટલા માટે દેશમાં ગુંજી રહ્યા છે કારણકે દેશની જનતાએ પૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકારનું કામ જોયું છે. આજે દેશમાં એક એવી સરકાર છે, જેણે છેલ્લા 10 વર્ષમાં ભારતને પહેલા કરતા અનેકગણું મજબૂત બનાવ્યું છે.
નબળા અને અસ્થિર સરકારના ગેરફાયદાને ગણાવતા પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે પણ દેશમાં નબળી અને અસ્થિર સરકાર આવી છે ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો છે. જ્યારે ભારતમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યારે ભારતમાં આતંકવાદ ફેલાયો હતો. કોંગ્રેસની નબળી સરકાર સરહદો પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકી નથી. આજે દેશની સમગ્ર સરહદો ઉપર આધુનિક રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. આધુનિક ટનલ બનાવવામાં આવી રહી છે. જેથી દેશની સુરક્ષા મજબૂત બનાવી શકાય.
ઋષિકેશમાં વિશ્વભરમાંથી લોકો યોગ કરવા આવતા હતા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘અમારી સરકાર ઉત્તરાખંડના સામર્થ્યને સતત વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં પર્યટન, પ્રવાસ અને તીર્થસ્થાનોની મોટી ભૂમિકા છે. ઋષિકેશની આસપાસના ઘણા રાજ્યો અને રાજ્યોના લોકો માટે પર્યટનનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે. એક સમય હતો જ્યારે યોગ આખી દુનિયામાં લોકપ્રિય ન હતું.
મજબૂત સરકારમાં કલમ 370 નાબૂદ કરવાની હિંમત છેઃ મોદી
વડાપ્રધાને કહ્યું, સાત દાયકા પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની હિંમત કરનાર ભાજપની મજબૂત સરકાર જ હતી. મજબૂત સરકારે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત આપી. મિત્રો, જો કોંગ્રેસની સરકાર હોત તો વન રેન્ક વન પેન્શન ક્યારેય લાગુ ન થાત. મોદીએ આ ગેરંટી આપી અને પૂરી કરી. ભૂતપૂર્વ સૈનિકોના બેંક ખાતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા.