પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.31મી ઓકટોબરે ના રોજ કેવડિયા ખાતે આવી રહ્યાં છે. લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જયંતિ છે. તે દિવસે કેવડિયા-નર્મદા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિય ક્ક્ષાની ઉજવણીના સમારંભમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
આ ઉજવણી માટે થઈ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા આજે કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ આજે કેવડિયા ખાતે કરી હતી. કેવડિયા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ સમિક્ષા બેઠકમા કેદ્રિય ગૃહ સચિવ ભલ્લાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમા યોજાનાર કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરી હતી અને આયોજન અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.