નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) બોર્ડની પરીક્ષા 2024 પહેલાં સમગ્ર દેશમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ (‘Discussion on examination’) યોજી છે. આ વર્ષે પરીક્ષા પર ચર્ચાનું આયોજન આવતીકાલે એટલેકે 29 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં કરવામાં આવશે.
દરમિયાન PM મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાત કરશે અને બોર્ડની પરીક્ષા પહેલા તણાવ અને ડરને ઓછો કરવા માટેની ટિપ્સ શેર કરશે. જણાવી દઇયે કે આ વખતે પીએમ મોદી 7મી વખત ‘પરીક્ષા પર ચર્ચા’ કરવા જઈ રહ્યા છે.
PM મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ 2024 પહેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉંટ પર લખ્યું કે, ’29મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે!, હું પરીક્ષાના તણાવને દૂર કરવાના માર્ગો પર સામૂહિક રીતે વ્યૂહરચના બનાવવા માટે #ExamWarriors નો સૌથી યાદગાર મેળાવડો ‘પરીક્ષા પે ચર્ચા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ચાલો તે પરીક્ષાની નિરાશાઓને તકોમાં ફેરવીએ…’
પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક લિંક શેર કરી છે જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી છે. લિંક પર ક્લિક કરતાં જ ‘https://www.narendramodi.in/parikshapecharcha’ વેબસાઈટ ખુલશે. હોમ પેજ પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ ટિપ્સના વિડિયો, છબીઓ અને ટેક્સ્ટ દ્વારા બોર્ડ પરીક્ષાની ટીપ્સ શેર કરવામાં આવી છે.
તમે કાર્યક્રમ ક્યાં જોઈ શકો છો?
પરીક્ષા પરની ચર્ચા DD National, DD News, DD India, PM મોદીની YouTube ચેનલ @Narendra Modi સાથે મુખ્ય ખાનગી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સાથે તાજેતરમાં યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ સંબંધિત સંસ્થાઓમાં કાર્યક્રમ પ્રદર્શિત કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું, “વર્તમાન 7મી આવૃત્તિમાં MyGov પોર્ટલ પર 2.26 કરોડ નોંધણીઓ નોંધવામાં આવી છે. જેનો સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ છે.” તેમજ વિદ્યાર્થીઓ ઉપરાંત 14.93 લાખ શિક્ષકો અને 5.69 લાખ વાલીઓએ આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઓનલાઈન નોંધણી 11 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી ચાલી હતી.