National

’મોદીને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દઈશું‘, સંજય રાઉતે ધમકી આપી

નવી દિલ્હી: શિવસેના UBT (Shiv Sena UBT) નેતા સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્રમાં એક જનસભાને સંધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સંજય રાઉતે પીએમ મોદીને (PM Modi) મહારાષ્ટ્રની (Maharashtra) માટીમાં દાટી દેવાની ધમકી આપી હતી. આ પહેલી વાર નથી કે સંજય રાઉતે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. તેઓ અગાવ પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સંજય રાઉતે અહમદનગરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, સંજય રાઉતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. ઇતિહાસ છે, તમે ઇતિહાસ જુઓ. આ જ કારણ છે કે (ગુજરાતની) માટી ઔરંગઝેબની છે અને તે માટીના આ બે ઉદ્યોગપતિઓ (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) છે.

લોકસભા ચૂંટણીમાં ઔરંગઝેબની એન્ટ્રી
સંજય રાઉતે વધુમાં કહ્યું કે તમે ઈતિહાસ જુઓ, ઔરંગઝેબનો જન્મ નરેન્દ્ર મોદીના ગામમાં થયો હતો. અમદાવાદની બાજુમાં દાહોદ નામનું ગામ છે, જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો. તેથી જ તેઓ (પીએમ મોદી અને અમિત શાહ) અમારી સાથે ઔરંગઝેબ જેવો વ્યવહાર કરી રહ્યા છે.

પરંતુ યાદ રાખો કે આપણે મહારાષ્ટ્રની આ ધરતીમાં એક ઔરંગઝેબને દફનાવ્યો છે. 27 વર્ષ સુધી ઔરંગઝેબ મહારાષ્ટ્રને જીતવા માટે મહારાષ્ટ્રની ધરતી પર લડી રહ્યો હતો. અંતે આપણે તે ઔરંગઝેબને મહારાષ્ટ્રની માટીમાં દફનાવ્યો અને તેની કબર ખોદી. પરંતુ સંજય રાઉત અહીં જ અટક્યા ન હતા.

તેમણે જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી તુ કોણ છે, તુ કોણ છે? આ મરાઠાઓનો ઈતિહાસ છે. આ મરાઠીનો ઈતિહાસ છે. જો તમે અમારા અંગ તરફ આવશો તો અમે રૌદ્ર રૂપમાં આવીશું, સળગી ઉઠીશું. આપણે બધા મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે લડતા રહીશું.

સંજય રાઉતે અગાવ પણ બુલઢાણામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેમજ ઔરંગઝેબનો જન્મ તેના પડોશના ગામમાં થયો હતો.

Most Popular

To Top