નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) લક્ષદ્વીપના (Lakshadweep) પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની રસપ્રદ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વડાપ્રધાને શેર કર્યા છે. જેમાં સ્નોર્કલિંગનો (Snorkeling) ફોટો પણ છે. આ પોસ્ટમાં વડાપ્રધાને લખ્યું કે જે લોકો એડવેન્ચર (Adventure) કરવા માંગે છે તેવા લોકોની યાદીમાં લક્ષદ્વીપ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે. પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી. તે પરંપરાઓનો વારસો છે અને અહીંના લોકોની ભાવનાનું પ્રતિક છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું હજી પણ અહીંના ટાપુઓની અદ્ભુત સુંદરતા અને તેના લોકોની અવિશ્વસનીય હૂંફથી આશ્ચર્યચકિત છું. મને અગાટી, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો આભાર માનું છું.
PM મોદીએ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે. તે ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી વખતે સારી આરોગ્ય સંભાળ, ઝડપી ઈન્ટરનેટ અને પીવાના પાણીની તેમજ જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી માટે તકો ઊભી કરવા વિશે પણ છે. તેઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.