દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગોવા (Goa)ની મુલાકાત લીધી હતી. ગોવામાં 19 ડિસેમ્બરને ‘ગોવા મુક્તિ દિવસ’ (Goa Liberation Day) તરીકે ઉજવવામાં આવે છે. પીએમ મોદી ગોવા મુક્તિ દિવસ પર શ્યામ પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ ઘણી બધી યોજનાઓનું ઉદ્ધાટન કર્યુ. પીએમ નરેન્દ્ર મોદી ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન વિજય’ના (Operation Vijay) સ્વાતંત્રીય સેનાનીઓનું સન્માન કર્યાં. ગોવામાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસને મહત્વનું ગણવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવામાં સ્થિત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટની ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ નું શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદી નવીનીકરણ કરાયેલ અગૌડા જેલ મ્યુઝિયમનું પણ ઉદ્ધાટન કર્યું હતું સાથે જ તબીબી સુવિધાઓ માટે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કર્યું હતું. જેના કારણે ગોવાના લોકોને તબીબી સુવિધા માટે બહાર જવાની જરૂર પડશે નહિ. આ ઉપરાંત મેડિકલ કોલેજનું પણ ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ વિદ્યાર્થીઓએ અભ્યાસ અર્થે વિદેશ જવાની જરૂર પડશે નહી તેમજ ઓછા ખર્ચે સારું શિક્ષણ તેઓ ગોવામાં જ મેળવી શકશે.
ગોવા મુક્તિ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગોવા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી સેક્શન અને ન્યૂ સાઉથ ગોવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 380 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગોવામાં માત્ર આ એક અત્યાધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે જેમાં સ્વાસ્થ્ય માટે સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં અહીં એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલીસીસ વગેરે જેવી વિશેષ સેવાઓનો લાભ લઈ શકાશે. સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં PM-CARES હેઠળ 1000 LPM-PSA પ્લાન્ટ્સ પણ હશે.
નોંધનીય છે કે 19 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાનીઓએ ગોવાને પોર્ટુગીઝના શાસનથી મુક્ત કરાવવા માટે એક ઓપરેશન ચલાવ્યું હતું જેનું નામ ઓપરેશન વિજય રાખવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ 1961માં ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું અને ગોવાને 19 ડિસેમ્બરના રોજ પોર્ટુગીઝના શાસનમાંથી આઝાદી મળી ગઈ હતી. તેથી દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવામાં ‘ગોવા મુક્તિ દિવસ’ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન મોદી ગોવા મુક્તિ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના આ પ્રવાસને મહત્વ માનવામાં આવી રહ્યો છે અને આવાનારી ચૂંટણી સાથે તેને જોડવામાં આવી રહ્યો છે.