પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે દેશના મુખ્યમંત્રીઓ (CM) સાથે વીડિયો કોન્ફરન્સથી (video conference) બેઠક કરી હતી. બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. પીએમ મોદીની સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ સામેલ હતા. બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. પ્રધાનમંત્રી મોદીએ રાત્રી કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ નામ આપ્યું છે. વિશ્વએ રાત્રી કર્ફ્યૂની વ્યવસ્થાને સ્વીકારી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કેસ ભલે વધે પરંતુ ટેસ્ટિંગ વધારે કરતા રહો. રાજ્યોને કોરોના ટેસ્ટ વધારવાની જરુર છે. તેમણે લોકોને 11 થી 14 એપ્રિલ સુધી ‘રસીકરણ ઉત્સવ’ (Vaccination) મનાવવા અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે 11 એપ્રિલે જ્યોતિબા ફુલેની જન્મજયંતિ છે અને 14 એપ્રિલે બાબાસાહેબની જયંતિ છે. તે દરમિયાન આપણે બધાં ‘ટીકા ઉત્સવ’ ઉજવીએ. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ એ હોવો જોઈએ કે આ ટીકા ઉત્સવમાં આપણે વધુમાં વધુ લોકોને રસી આપી શકીએ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આ વખતે આપણી પાસે કોરોના સામે લડવા માટે તમામ ઉપાય હાજર છે. હવે વેક્સિન પણ છે. પીએમ મોદીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, પહેલાના મુકાબલે હવે લોકો વધુ કેયરલેસ થઈ રહ્યાં છે. શરૂઆતી લક્ષણ હોય તો સીધા ડોક્ટર પાસે જાવ. આપણે ગમે તેમ કરી પોઝિટિવિટી રેટને 5 ટકાથી નીચે લાવવો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના પર ચર્ચા કરી હતી. કોરોના સંક્રમણ અટકાવવા અને વેક્સિનેશનની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ કોરોના અટકાવવા લોકો પાસે પણ સૂચનો માંગ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ મનાવવો જોઈએ. તેમણે કહ્યું કે હાલ સંપૂર્ણ લોકડાઉન લાદવાની જરુર નથી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોવિડ-19નો એક મોટો હિસ્સો વેક્સીન મેનેજમેન્ટ વેસ્ટેજને રોકવાનું પણ છે. પીએમ મોદીએ કહ્યું એમ્બ્યૂલંસ, વેન્ટિલેટર અને ઓક્સીજનની પણ સમીક્ષા કરવી પડશે. હાલ સંપૂર્ણ લોકડાઉનનીજરુર નથી. નાઈટ કર્ફ્યૂ પ્રભાવી છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નાઈટ કર્ફ્યૂ અંગે વાત કરતા કહ્યું આપણે કોરોના કર્ફ્યૂ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લોકોમાં સંદેશ જશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે કે શું કોરોના માત્ર રાત્રે ફેલાય છે તો હું કહેવા માંગુ છું કે નાઈટ કર્ફ્યૂનો ફોર્મ્યૂલા દુનિયાભરમાં અજમાવાયો છે અને આ પ્રભાવી છે.