Gujarat

પીએમ મોદી ગુજરાત આવશે : સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે

આગામી સપ્ટે.ના પ્રથમ સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર સમારંભમાં પીએમ મોદી સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે.
ગાંધીનગરમાં 5મી સપ્ટે.ના રોજ શિક્ષક દિને પીએમ મોદી ગાંધીનગરના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંન્ટ્રોલની પણ મુલાકાત લે તેવી સંભાવના છે.

સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 8000 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

ગુજરાતની 20,000 જેટલી પ્રાથમિક સ્કૂલોને અપગ્રેડ કરીને તેને સ્કૂલ ઓફ એકસેલન્સમાં સમાવેશ કરાશે
ગુજરાતની 20,000 જેટલી પ્રાથમિક સ્કૂલોને અપગ્રેડ કરીને તેને સ્કૂલ ઓફ એકસેલન્સમાં સમાવેશ કરાશે. જો કે હાલમાં તાલુકા દિઠ 4 સ્કૂલોનો સમાવેશ કરાશે. પ્રથમ 1000 દિવસમાં 10 હજાર સ્કલોને સ્કૂલ ઓફ એકસેલન્સ તરીકે તૈયાર કરાશે. બાકીના 500 દિવસમાં 10 હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એકસેલન્સ તરીકે તૈયાર કરાશે

Most Popular

To Top