Gujarat

ગુજરાત માંગે તે પહેલા જ કેન્દ્ર આપી દે છે : મોદી

ગાંધીનગર : આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમનાથ (Somnath) ખાતે પ્રથમ આદિજયોતિલીંગના દર્શન તથા પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ વેરાવળ ખાતે ગીર સોમનાથની ચાર બેઠકો પર ચૂંટણી લડી રહેલા ભાજપના (BJP) ઉમેદવારના(Candidate) સમર્થનમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે લોકતંત્રના મહાપર્વમાં સૌરાષ્ટ્ર વિસ્તારની આ પહેલી સભા સોમનાથ દાદાની ધરતી ઉપર થઇ રહી છે. સોમનાથ દાદાના આર્શીવાદ અને જિલ્લાના જનતા જનાર્દન આર્શીવાદ મળવાથી મારા તમામ રેકોર્ડ તોડી ભૂપેન્દ્રના નવા રેકોર્ડ સ્થાપિત થવાની છે તે નક્કી થઇ ગયું છે. આપણે સૌ એ મતદાન કરવું એ લોકતંત્રમાં ખૂબ જ આવશ્યક છે. આજે આટલી બધી જનમેદની જોઈને મને એણ લાગે છે કે ગીર સોમનાથમાં ભાજપના ચારેય ઉમેદવારો હવે વિધાનસભામાં ચૂંટાઈને જશે.

નરેન્દ્રના નામે થયેલા તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી અદમ્ય ઇચ્છા
મોદીએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી રાજ્યએ વિકાસની હરણફાળ ભરવામાં પાછી પાની કરી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં ગુજરાતમાં વિકાસની ગતિ બંધ ન થાય તે માટે ડબલ એન્જિનની સરકાર આ વખતે પણ સ્થાપિત કરવી જરૂરી છે. ચૂંટણીમાં મત માંગવા એ મારૂ કર્તવ્ય છે, મતદાન કરવું એ તમારૂ કર્તવ્ય છે. આ વખતે નરેન્દ્રના નામે થયેલા તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી અદમ્ય ઇચ્છા છે અને તેના માટે તમારે મતદાન કરવાનું છે. ગુજરાતની જનતા આજદિન સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકતી આવી છે. આ વખતે પણ એ વિશ્વાસ કાયમ રાખી ગુજરાતને પ્રગતિના પંથે લઇ જવા અપીલ કરી હતી.

ગુજરાતની ધરતીને દરેક ક્ષેત્રમાં પાણીદાર બનાવી દીધી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં ગુજરાતની છબી ખરડાયેલી હતી અને દેશ અને વિશ્વમાં વાતો થતી હતી કે ભારત કાંઇ નહીં કરી શકે અને ગુજરાત પણ કાંઇ નહીં કરી શકે. પહેલાં એક રૂપિયાનું કામ કરાવવું હોય તો આપણે સો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ આજે ગુજરાતને શું જોઇએ છે તેમની મારી કેન્દ્રની સરકારને ખબર હોવાથી ગુજરાત માંગે તે પહેલાં ગુજરાતને આપી દેવામાં આવે છે. આજે ગુજરાતની ધરતી દરેક ક્ષેત્રમાં પાણીદાર બનાવી દીધી છે. પીવાનું શુધ્ધ પાણી ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની સુકી ધરતી ઉપર ધરતી પુત્રોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદા જિલ્લામાંથી કચ્છની સુકી ધરતી સુધીમાં નર્મદાને પહોંચાડવામાં આવી છે. દિકરીઓ આજે દેશમાં જ ઉચ્ચ અભ્યાસ કરી સૌથી ઉંચા હોદા ઉપર રોજગારી મેળવી દેશનું અને રાજ્યનું નામ રોશન કરી રહી છે. ટુરીઝમ ક્ષેત્રે પણ ગુજરાત રાજ્યએ હરણફાળ ભરી છે. ગુજરાતના ટુરીઝમની આજે વિશ્વમાં ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં ટુરીઝમનો વિકાસ થતા વિદેશી મૂડી રોકાણ આવી રહ્યું છે
મોદીએ કહ્યું હતું કે ભૂતકાળની કોંગ્રેસની સરકાર શાસનમાં ગુજરાત અને ગુજરાતના મહાનુભાવોનું સતત અપમાન કરતી આવી હતી. આજે ગુજરાતના મહાનુભાવોને યોગ્ય સન્માન મળી રહ્યું છે. ગુજરાતમાં ટુરીઝમ ક્ષેત્રનો વિકાસ થવાના કારણે વિદેશી મૂડી રોકાણ સૌથી વધુ ગુજરાતમાં આવી રહ્યું છે. આવા મૂડી રોકાણનો વધારો થવાથી રોજગારી, ઉદ્યોગ ગુજરાતમાં વધી રહ્યાં છે. રાજ્યમાં પહેલાં માતાઓ અને બહેનોની સુરક્ષા તેમનું આરોગ્ય અંગેની ચિંતાઓ કોઇએ કરી નથી. મારા નેતૃત્વમાં ગુજરાતની સરકારે માતાઓ અને બહેનોની ચિંતા કરીને ખુલ્લામાં શૌચ ક્રિયામાંથી મુક્તિ આપવા માટે શૌચાલયો બનાવવામાં આવ્યાં, આયુષ્યમાન યોજના હેઠળ ગરીબમાં ગરીબ માણસને રૂ. પાંચ લાખ સુધીની સારવાર મફતમાં કરવામાં આવે છે. ચૂંલા ફૂકવાંમાથી મૂક્તિ આપવા માટે ગેસના ચૂલા આપવામાં આવ્યાં છે.

Most Popular

To Top