નવી દિલ્હી: (New Delhi) લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election) તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદમ સક્રિય દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કેબિનેટની મિટીંગમાં (Cabinet Meeting) રવિવારે કેબિનેટ મંત્રીઓને પ્રથમ 100 દિવસ અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકાર માટે રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચ રવિવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ દરમિયાન તેમણે મંત્રીઓને નવી સરકાર માટે 100 દિવસનો એક્શન પ્લાન અને આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવા સૂચના આપી છે. વડા પ્રધાને પ્રધાનોને તેમના સંબંધિત મંત્રાલયોના સચિવો અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરવા જણાવ્યું હતું કે કેવી રીતે પ્રથમ 100 દિવસ અને આગામી પાંચ વર્ષ માટેના એજન્ડાને વધુ સારી રીતે લાગુ કરી શકાય. જણાવી દઈએ કે 19 એપ્રિલના રોજ 102 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રથમ સૂચના 20 માર્ચે બહાર પાડવામાં આવશે. નોટિફિકેશન જારી થતાં જ નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
આ બેઠક ચૂંટણી પંચ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાના એક દિવસ બાદ થઈ છે. કેબિનેટે ચૂંટણી પંચની ભલામણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલીને સાત તબક્કાની સંસદીય ચૂંટણીની તારીખો જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. 19 એપ્રિલના રોજ 102 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રથમ સૂચના 20 માર્ચે બહાર પાડવામાં આવશે. ચોક્કસ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા સૂચનાના પ્રકાશન સાથે શરૂ થશે.
જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી અને તેમના મંત્રી પરિષદે 3 માર્ચના વિઝન ડોક્યુમેન્ટમાં ‘વિકસિત ભારત: 2047’ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર કાર્ય યોજના પર વિચાર વિમર્શ કર્યો હતો. મંત્રી પરિષદની દિવસભરની બેઠકમાં જૂનમાં નવી સરકારની રચના પછી તાત્કાલિક પગલાં લેવા માટે 100 દિવસની કાર્યસૂચિ પર ચર્ચા કરવામાં આવી હતી.