Gujarat

મોઢેરામાં પીએમ મોદીનો રોડ શો યોજાયો: મોઢેરા સૂર્ય મંદિર ખાતે મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા કરી

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીનો (PM Modi) આજે મોઢેરામાં (Modhera) રોડ શો (Road show) યોજાયો હતો. જેમાં રોડની બંને બાજુએ ઉત્તર ગુજરાતના લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યુ કર્યુ હતું. રોડ શો બાદ પીએમ મોદી મોઢેશ્વરી માતાજીના (Modeshwari Mata) મંદિરે પહોંચ્યા હતાં. મોઢેરા સૂર્ય મંદિર (Sun Temple) ખાતે પીએમ મોદીએ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતના મોઢેરામાં મોઢેશ્વરી માતાના મંદિરની મુલાકાત લીધી હતી તેમજ દર્શન અને પૂજા કરી હતી. પ્રધાનમંત્રી મોદીનું અહીં મંદિર પરિસરમાં આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ ગર્ભગૃહમાં સ્થિત મોઢેશ્વરી માતાની મૂર્તિ સમક્ષ માથું નમાવીને દેવી પાસેથી આશિર્વાદ લીધા હતાં.

  • મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ કરાવ્યો
  • મોદીએ મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા કરી

મોઢેરા, મહેસાણામાં રૂ. 3900 કરોડથી વધુના મૂલ્યના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદ સભ્ય સી. આર. પાટીલ પણ હતા. અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ દેલવાડા ખાતે યોજાયેલી જનરેલીમાં ગુજરાતના મોઢેરા, મહેસાણામાં રૂ. 3900 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.

Most Popular

To Top