ટોક્યો: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના (Former PM Shinzo Abe) અંતિમ સંસ્કારમાં (funeral) સામેલ થવા ટોક્યો પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા (Fumio Kishida) સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ શિન્ઝો આબેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક અસર ઊભી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું.
પીએમ મોદીએ કહ્યું, આજે અમે આ દુખની ઘડીમાં મળી રહ્યા છીએ. છેલ્લી વખત જ્યારે હું આવ્યો ત્યારે મેં શિન્ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી અને ક્યારેય વિચાર્યું ન હતું કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન PM મોદી અને Fumio Kishida વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાના વિચારો પર ચર્ચા થઈ હતી. આ સાથે બંને નેતાઓએ ઘણા ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી અને જાપાનના વડા પ્રધાને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને આ ક્ષેત્રમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય જૂથો અને સંસ્થાઓમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
PM મોદી શિન્ઝો આબેની પત્નીને પણ મળશે
સવારે લગભગ 10.30 વાગ્યે જાપાનના પૂર્વ PM શિંઝો આબેના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપી હતી. શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્યોના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. ભારતે આબેના માનમાં 9 જુલાઈ 2022 ના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો. તમને જણાવી દઈએ કે શિન્ઝો આબેને જાપાનના વડાપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે જેમણે ભારત અને જાપાનના સંબંધોને મજબૂત બનાવ્યા હતા.
આબેની કેવી રીતે હત્યા કરવામાં આવી?
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને એક સભામાં ગોળી વાગી હતી, જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ જણાવ્યું હતું કે શિન્ઝો આબે પર સ્થાનિક સમય અનુસાર સવારે 11.30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. તેઓ જાપાનમાં યોજાનારી ઉપલા ગૃહની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા.