રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણાની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદીએ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસમાં ઘણા વિકાસના કામોનું લોકાપર્ણ કર્યું હતું. પીએમ મોદીએ ગતરોજ ભરૂચ, આણંદ, જામનગર, અમદાવાદની મુલાકાત લીધી હતા. ત્યારે આજે જામકંડોરણામાં પીએમ મોદી જંગી જનભાને સંબોધ્યા બાદ તેઓ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમણે કારમાંથી નીચે ઊતરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સભાસ્થળે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સભા પહેલાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફરીદા મીરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ગીત ગાતાં જ લોકોએ બે હાથ ઊંચા કરી તાળીઓ પાડી હતી.
જામકંડોરણામાં સભા સંબોધતા તેમણે કહ્યું કે હું પ્રથમ પ્રધાનમંત્રી છું જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે જ એવાં કામ કરવામાં આવે છે કે જે હું પહેલી વાર કરું છું, જે પહેલા કોઈએ કર્યા નથી. પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું કે આવું દર્શયો મેં ક્યાંક જોયું નથી, વટ પાડી દીધો હો. તેમણે વિઠ્ઠલભાઈ રાદડિયા અને જયપ્રકાશ નારાયણ તેમજ નારાયણ દેશમુખને યાદ કરતા કહ્યું કે ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. તેમણે કહ્યું કે આજે બે મહાન પુરુષોની જયંતિ છે તેમણે રાજનીતિ જ નહિં પણ યુવાપેઢીમાં પણ નવો વિશ્વાસ પેદા કર્યો છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.’ પીએમ મોદીએ તેમને યાદ કર્યા હતા.
આ ભૂમિજલારામબાપાની છે, અંહી આવું તો જગન્નાથ યાદ આવે છે
પીએંમ મોદી કહ્યું કે આ ભૂમિજલારામા બાપાની છે, મા ખોડિયારનો આશીર્વાદ છે. જ્યારે પણ હું અહીં આવું છું તો મને જગન્નાથની યાદ આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેના 21 વર્ષ પૂરા થયા છે. તેમણે કહ્યું કે મારા અનુભવના આધારે કહું છું કે, વર્ષો વીતિ ગયા પણ ગુજરાતનો વિકાસ ઉત્તરોતર વધતો જ જાય છે. આની પાછળ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનત છે તેના કારણે શક્ય બને છે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે કચ્છ-કાઠિયાવાડની ધરતીને હું નમન કરું છું. બે-ત્રણ ટાપુ જબકતા હોય તેવી ગુજરાતની સ્થિતિ હતી. ત્રણ સાંધેને 13 તૂટે એવી સ્થિતિ હતી. પીએમ મોદીએ વિકાસના કામનો ગણાવી ગુજરાત કઈ ઉંચાઈએ પહોંચ્યું છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડીલો છે ને એને આ બધુ સપના જેવું લાગતું હશે, હવે તેઓ વિકાસ જોવે ને તો તેને ચમકારો જોવા મળે.