Gujarat Main

પીએમ મોદી કરશે ગાંધીનગર રેલવે સ્ટેશન, ફાઈવ સ્ટાર હોટલ તેમજ એક્વેટિક-રોબોટિક ગેલેરી નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરનાર છે સાથે જ મહત્વની યોજનાઓ દેશને સમર્પિત કરશે. તેમાં પણ ખાસ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત રેલવેની પરિયોજનાઓ (Project) સાયન્સ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગેલેરી (Robotics Gallery) અને નેચર પાર્ક (Nature Park) નું પણ ઉદ્ઘાટન કરશે. આવતીકાલે શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના નવનિર્મિત રેલવે મથક અને તેના પ્લેટફોર્મ પર નિર્માણ પામેલી ફાઈવ સ્ટાર હોટેલ તેમજ સાયન્સ સિટી ખાતે એક્વેટિક – રોબોટિક ગેલેરી અને નેચરપાર્કનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરથી વારાણસી, ટ્રેન, ગાંધીનગરથી વરેઠા (તારંગા હિલ્સની નજીકમાં ) સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી (CM) હતા ત્યારે મોદીએ ઘણા વિકાસના કામોની ઝાંખી કરાવી હતી, ત્યારે હવે આ કાર્યોને પાર પાડવામાં આવી રહ્યા છે, ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર પાટનગર અને વરેઠા વચ્ચે મેમુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે. રેલવે (Railway)ની પરિયોજનાઓમાં નવા રિડેવલપ કરાયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, ગેજ રૂપાંતરિત કમ વીજળીકરણ કરાયેલ મહેસાણા-વરેઠા લાઇન અને નવા વીજળીકરણ કરાયેલા સુરેન્દ્રનગર-પિપાવાવ સેક્શનનો સમાવેશ થાય છે.  ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ્સ, સમર્પિત પાર્કિંગ્ત જગાઓ ઇત્યાદિ પૂરાં પાડીને તેને દિવ્યાંગોને અનુકૂળ સ્ટેશન બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. સંપૂર્ણ ઇમારત ગ્રીન બિલ્ડિંગની રેટિંગ વિશેષતાઓ સાથે ડિઝાઇન થઈ છે. અત્યાધુનિક બાહ્ય દેખાવ 32 થીમ્સ સાથે દરરોજ થીમ આધારિત લાઇટિંગ પર હશે. સ્ટેશન પર એક ફાઇવ સ્ટાર હોટેલ (Five star hotel) પણ હશે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ કોન્ફરન્સને ધ્યાને રાખીને આ સમિટ-સેમિનાર-કોન્ફ્રન્સમાં સામેલ થનારા ડેલિગેટ્સની સુવિધા માટે અત્યાધુનિક પંચતારક હોટલનું નિર્માણ કરાયું છે.

એક્વાટિક્સ ગેલેરી
એકવેરિયમના શોખીનો માટેની પણ સુવિધા ઉપલબ્ધ હશે, જેમાં અત્યાધુનિક જાહેર એક્વાટિક્સ ગેલેરીમાં સમગ્ર દુનિયાની મુખ્ય શાર્ક્સ ધરાવતી મુખ્ય ટેન્કની સાથે  વિશ્વના વિવિધ પ્રદેશોની દરિયાઇ જાતોને સમર્પિત વિવિધ ટેન્ક્સ હશે. તેમાં 28 મીટરનો બેનમૂન વૉક વૅ ટનલ પણ હશે જે અનોખો અનુભવ પૂરો પાડશે.

રોબોટિક્સ ગેલેરી
રોબિટિક્સ ગેલેરી મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડશે. પ્રવેશદ્વારે ટ્રાનસફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. વિભિન્ન ક્ષેત્રોના રોબોટ્સ ગૅલેરીના વિવિધ માળે ગોઠવવામાં આવ્યા છે જે દવા, કૃષિ, અવકાશ, સંરક્ષણ અને રોજબરોજની જિંદગીમાં વપરાશના ક્ષેત્રે એપ્લિકેશનો પ્રદર્શિત કરે છે. ગેલેરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે.

નેચર પાર્ક
અત્યાધુનિક વિજ્ઞાન રોબોટિક્સ સાથે જ કુદરત પ્રેમીઓ માટે પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને ખુલ્લી ભૂલભૂલામણી જેવી ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે. તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે. પાર્કમાં મૅમથ (પ્રાચીન હાથી), ટેરર બર્ડ, સબેર ટુથ લાયન જેવા નષ્ટ પામેલા પ્રાણીઓના શિલ્પો વૈજ્ઞાનિક માહિતીની સાથે છે.

Most Popular

To Top