Gujarat

મતદાન કરવા પીએમ મોદી 6ઠ્ઠી મેનાં રોજ અમદાવાદ આવશે, ગાંધીનગરમાં રાત્રિ રોકાણ

ગાંધીનગર: (Gandhinagar) બે દિવસ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ ખેડ્યા બાદ હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાત આવી રહ્યા છે. તા. 6ઠ્ઠી મેના રોજ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કર્યા બાદ તેઓ તા.7મી મેના રોજ અમદાવાદના રાણીપમાં મતદાન કરશે, ત્યારબાદ તેઓ ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.

  • મતદાન કરવા પીએમ મોદી 6ઠ્ઠી મેનાં રોજ અમદાવાદ આવશે, ગાંધીનગરમાં રાત્રિ રોકાણ
  • પીએમ મોદી રાણીપ 8.30 વાગ્યે, અમિત શાહ નારણપુરા અને આનંદીબેન પટેલ શીલજમાં 11 વાગ્યા પહેલા મતદાન કરશે

ગુજરાતમાં આગામી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન કરવા માટે ગુજરાત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. સવારે 8.30 કલાકે તેઓ મતદાન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નારણપુરાની શાળામાં મતદાન કરશે. જ્યારે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. 7મી મેના રોજ આનંદીબેન પટેલ શીલજમાં મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા ભાજપના તમામ મોટા દિગ્ગજ નેતાઓ મતદાન કરશે.

Most Popular

To Top