National

સરયુ નદીની આરતી બાદ PM મોદીએ અયોધ્યામાં કર્યો દીપોત્સવનો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય દીપોત્સવમાં હાજરી આપવા માટે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. આ પછી પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે દેશમાં ભગવાન રામના અસ્તિત્વ પર સવાલો ઉઠતા હતા પરંતુ આપણે હીન ભાવનાની બેડીઓ તોડી નાખી છે. તેમણે દેશવાસીઓને આવતીકાલની દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ રામલલ્લાના દર્શન બાદ અને સરયુ નદીની આરતી બાદ દિપોત્સવ માટે સજાવવામાં આવેલા દિપકો માટે પહેલા દીપને પ્રજ્વલિત કરી દિપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે એક સમય હતો આપણી સભ્યતામાં રામની વાત ટાળવામાં આવતી હતી. આ દેશમાં રામના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે આપણી ધાર્મિક સાંસ્કૃતિક ઓળખ પાછળ રહી ગઈ. તે અયોધ્યા આવતા ત્યારે મન ઉદાસ થઈ જતું. વારાણસીની શેરીઓમાં એ વાત ન હતી. જેમને આપણે આપણા અસ્તિત્વનું પ્રતિક માનતા હતા તેઓની હાલત ખરાબ હતા જેનાથી મનોબળ તૂટી જતુ હતું. 8 વર્ષમાં દેશે હીન ભાવનાઓની બેડીઓ તોડી નાખી છે.

આજે કાળી ચૌદશ છે જેને ભારતના વિવિધ રાજ્યોમાં નાની દિવાળી (Diwali) પણ કહે છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યામાં (Ayodhya) હાજર રહ્યા હતા. સાંજે PM મોદી 5100 લાઇટ્સની વિશેષ આરતી સાથે મા સરયૂની આરતી કરી હતી. આ દરમિયાન સીએમ યોગી (CM Yogi) અને રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandi Patel) ત્યાં હાજર રહ્યા હતા. સરયૂના કિનારેથી લઈને ભગવાન રામના જન્મસ્થળ સુધી સમગ્ર અયોધ્યા રોશનીથી ઝગમગી ઉઠી છે. અયોધ્યામાં વડાપ્રધાનના આગમનને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વૈદિક બ્રાહ્મણો પૂજા માટે આવ્યા હતા. પીએમ મોદી લગભગ અઢી કલાક અયોધ્યામાં રહ્યા હતા. મોદીના આગમનને પગલે અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વડાપ્રધાન આજે સાંજે 4.55 કલાકે રામ લલ્લાના દર્શન અને પૂજા માટે પહોંચ્યા હતા. આ પછી સાંજે 5:05 કલાકે તેમણે રામ મંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. 5:40 વાગ્યે રામ કથા પાર્કમાં ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પછી સાંજે 6:25 વાગ્યે મા સરયુની આરતી કરી હતી. અને ત્યારબાદ સાંજે 6:40 વાગ્યે રામની પીઠડી ખાતે આયોજિત દીપોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે 7:25 કલાકે નવા ઘાટ પર જમણી બાજુએ ગ્રીન ડિજિટલ ફાયર વર્કનું નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આ દીપોત્સવમાં અનેક દેશોના રાજદૂતો પણ ભાગ લીધો હતો.

16 ઝાંખીઓ કાઢવામાં આવશે
દર વખતની જેમ આ વખતે પણ ઝળહળતી ઝાંખીઓ કાઢવામાં આવી હતી. અહીં 16 ઝાંખીઓ કાઢવામાં આવી હતી. આ ઝાંખીઓમાં રામ જન્મભૂમિ મોડલ, કાશી કોરિડોર, વિઝન 2047, 1090 અને ભગવાન રામના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીના દ્રશ્યો જીવંત દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રામાયણ યુગના શિક્ષણ આધારિત સામાજિક સંદેશ આપતી ટેબ્લો રહેશે. સિટી ટૂર ટેબ્લોક્સના કલાકારોએ 16 રથ પર સવારી કરી હતી જે તેમની કલા દ્વારા રામાયણના દ્રશ્યોને જીવંત કર્યું હતું. આ ઉપરાંત દેશના અન્ય વિસ્તારના કલાકારો રથની આસપાસ નૃત્ય કર્યું હતું.

રામની નગરી અયોધ્યામાં આજે ઐતિહાસિક દિવાળીની ઉજવણી કરવામાં આવશે. અહીં 17 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે. તે જ સમયે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દીપોત્સવના કાર્યક્રમની સમીક્ષા કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. યોગીની સાથે બંને ડેપ્યુટી સીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે અયોધ્યામાં રામલીલા ભજવી રહેલા કલાકારોનું સ્વાગત કર્યું હતું.

અયોધ્યા દીપોત્સવમાં દીવા મૂક્યા બાદ આજે દીવોમાં તેલ રેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા દીપોત્સવના અવસર પર રામ જન્મભૂમિ દ્વારની મુલાકાત લેવા ગયા. તે સારી રીતે શણગારવામાં આવ્યું હતું. રામજન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાના દર્શન કરશે અને તે પછી તેઓ દીપ પ્રગટાવશે. દીપ પ્રગટાવ્યા બાદ તેઓ રામ લલ્લાની આરતી કરશે. આ પછી ટ્રસ્ટના લોકો તેમનું સન્માન કરશે. પીએમ મોદીને શ્રી રામના વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. આજે અયોધ્યામાં ભગવાન રામના ચરિત્ર પર 16 ભવ્ય ઝાંખીઓની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે આ ઝાંખીને લીલી ઝંડી બતાવી હતી. આ શોભાયાત્રા અયોધ્યાના ઉદય ચોકડીથી રામ કથા પાર્ક સુધી કાઢવામાં આવી હતી.

Most Popular

To Top