National

મોદી 28મીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 મેના રોજ સંસદની નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ માહિતી લોકસભા સચિવાલય દ્વારા આપવામાં આવી છે. નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલા ગુરુવારે મોદીને મળ્યા હતા અને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ 28 મેના રોજ લોન્ચિંગ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે હવે સંસદને તેનું નવું ભવન મળશે. વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા સંસદ ભવનનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. લગભગ રૂ. 971 કરોડના ખર્ચે તેને ઓક્ટોબર 2022 સુધીમાં તૈયાર કરવાનો લક્ષ્‍યાંક હતો.

  • લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું
  • પીએમ મોદીએ 28 મેના રોજ લોન્ચિંગ માટે મંજૂરી આપી દીધી
  • જૂના સંસદ ભવનમાં આવેલા સેન્ટ્રલ હોલમાં 436 લોકોની બેઠક ક્ષમતા હતી જ્યારે હવે આ હોલમાં 1272 લોકો બેસી શકશે

નવા સંસદ ભવનની લોકસભામાં 888 સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે. જ્યારે વર્તમાન સંસદ ગૃહમાં લોકસભામાં મહત્તમ 552 સાંસદોની બેઠક વ્યવસ્થા છે. આ રીતે આગામી દિવસોમાં જ્યારે સાંસદોની સંખ્યા વધશે ત્યારે કોઈ સમસ્યા નહીં રહે. સાથે જ રાજ્યસભાનું કદ પણ મોટું થશે. 384 સાંસદો માટે બેઠક વ્યવસ્થા હશે. વર્તમાન રાજ્યસભામાં 245 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે.

નવા સંસદ ભવનમાં કોઈ સેન્ટ્રલ હોલ નહીં હોય. જેમાં લોકસભા હોલની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે સંસદના સંયુક્ત સત્રનું આયોજન કરી શકાય. આ હોલમાં 1272 લોકો બેસી શકશે. હાલમાં જૂના સંસદ ભવનમાં આવેલા સેન્ટ્રલ હોલમાં 436 લોકોની બેઠક ક્ષમતા છે. આવી સ્થિતિમાં સંયુક્ત સત્ર સમયે લગભગ 200 જેટલી વધારાની ખુરશીઓ લગાવવી પડે છે.

Most Popular

To Top