ગાંધીનગર: પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ (PM) નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં આવતીકાલે રાજયભરમાં ભાજપની (BJP) નેતાગીરી દ્વ્રારા વિરોધ પ્રદર્શન કરવામાંઆવનાર છે.
પ્રદેશ ભાજપના પ્રવકત્તાએ કહ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા તાજેતરમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી સાહેબ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી તેમનું અપમાન કર્યુંછે. પીએમ મોદી અપમાન એ માત્ર તેમનું જ અપમાન નહીં પરંતુ સમગ્ર ભારત દેશ અને ગુજરાતનું અપમાન છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલી તે ટિપ્પણી સાબિત કરી આપે છે કે પાકિસ્તાન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે.
વિદેશ મંત્રાલયના એક અહેવાલ પ્રમાણે આજે પણ પાકિસ્તાનમાં 125 જેટલા આતંકી સંગઠનો કાર્યરત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલા અભદ્ર ટીપ્પણી વિરુદ્ધ આવતીકાલે તારીખ 17 મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સીનિયર અગ્રણીઓ દ્રારા આવતીકાલે રાજ્યપાલને બપોરે ૧૨:૦૦ વાગ્યાએ આવેદન પત્ર આપવામાં આવશે. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, વિવિધ મોરચા તેમજ જીલ્લાના આગેવાનો દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરોને આવેદનપત્રો આપવામાં આવશે તથા દરેક જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.