Gujarat

PM મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ગાંધીનગર- ગુજરાતના (Gujarat) બેદિવસીય પ્રવાસે આવેલા પીએમ (PM) નરેન્દ્ર આવતીકાલે તા.30 સપ્ટે.ના રોજ મહત્ત્વના સમારંભોમાં હાજરી આપશે. આવતીકાલે પીએમ મોદી ગાંધીનગર (Gandhinagar) કેપિટલ રેલવે મથકેથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. એટલું જ નહીં આ ટ્રેનમાં બેસીને અમદાવાદમાં કાલુપુર રેલવે મથકે આવશે.

  • અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો આરંભ કરાવશે
  • અંબાજીમાં 7200 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

કાલુપુર રેલવે મથકેથી પીએમ મોદી મેટ્રો રેલ બેસીને દૂરદર્શન કેન્દ્ર સુધી જશે. અહીં જનસભાને સંબોધન કરશે. આ સાથે પીએમ મોદી પહેલા ફેઝમાં મેટ્રો રેલ સેવાનો આરંભ કરાવશે. બપોર પછી પીએમ મોદી બનાસકાંઠાના અંબાજી જશે. અહીંથી પીએમ મોદી બનાસકાંઠામાં 7200 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અહીં સાંજે પીએમ મોદી અંબાજી મંદિર ખાતે જશે. અહીં આરતી તથા મહાપૂજા કરશે. પીએમ મોદી ગબ્બરતીર્થ પર પણ જશે.

Most Popular

To Top