ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી હવે ચૂંટણીની (Election) જાહેરાત બાદ આગામી તા.6ઠ્ઠી નવે.ના રોજ ભાવનગર, સુરેન્દ્રનગર તથા વલસાડમાં કપરાડા ખાતે ચૂંટણીની જનરેલી સંબોધન કરશે. પીએમ મોદી આગામી તા.6ઠ્ઠી નવે.નારોજ ભાવનગર આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને હીરાના અગ્રણી વેપારી મારૂતી ઈમ્પેકસ ગ્રુપના સંચાલક સુરેશ લાખાણી ( સુરેશ ભોજપરા ) દ્વારા આયોજીત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભમાં આવી રહ્યા છે. જેમાં પિતા વિહોણી 552 સર્વ જ્ઞાતિ કન્યાઓનું કન્યાદાન સુરેશભાઈ દ્વારા કરાશે. આ ઉપરાંત પીએમ મોદી વલસાડના કપરાડામાં આવશે.