સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (Birthday) શહેરના હોટેલિયર, રેસ્ટોરન્ટ માલિકો અનોખી રીતે ઉજવશે. સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ના પ્રમુખ અરુણ શેટ્ટી અને ઉપપ્રમુખ સનત રેલિયા દ્વારા એસોસિએશનના સભ્યોને અપીલ કરવામાં આવેલી અપીલને સારો પ્રતિસાદ મળ્યો છે.શહેરની ઘણી રેસ્ટોરન્ટના સંચાલકોએ તા. 16 થી લઈને 18 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો માટે 10 થી 25 ટકા ડિસ્કાઉન્ટ (Discount) અને બીજી વિવિધ લકી ડ્રો ની ઓફરો (Offer) આપી રહ્યાં છે. કેટલીક રેસ્ટોરન્ટ ફૂડમાં બાય વન ગેટ વેન ફ્રી ની સ્કીમ આપી રહ્યાં છે. એક ડિશ પર બીજી ડિશ ફ્રી ની ઓફર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના ડુમસ રોડની પંચ તારક હોટેલે 16 થી 18 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન ના મનપસંદ ભોજનનો સ્વાદ 25 ટકા ની છૂટ સાથે આપવામાં આવશે.
રેસ્ટોરેન્ટમાં ખાસ લંચ અને ડિનર બફેટની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પસંદ ભોજન પીરસવામાં આવશે.વડાપ્રધાનની મનપસંદ વાનગીઓ તૈયાર કરવામાં આવશે. ફાડા ખીચડી, ભીંડી કઢી, ફ્રુટ સલાડ, લીંબુનું શરબત, ખાંડવી, બાસુંદી, સુખડી, મોહનથાળ, પાલક મગોરી (શાક), સ્ટફ્ડ રીંગણ, દાળ રાયસીના, કોન્ટીનેન્ટલ, ઓરિએન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે.બેકરી શેફ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની થીમ સાથે એક ખાસ કેક બનાવવામાં આવી રહી છે.
પલસાણાના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી આપી મનપા વાર્ષિક 45 કરોડની આવક ઉભી કરશે
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે અને આવક ઉભી કરવામાં આવે છે. મનપા દ્વારા પાંડેસરા, સચીન સહિતના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી આપી વાર્ષિક અંદાજીત રૂા.140 કરોડની આવક ઉભી કરવામાં આવી રહી છે તેમજ આવનારા દિવસોમાં મનપા દ્વારા હજીરા ઈન્ડસ્ટ્રીને પણ ટ્રીટેડ પાણી આપવાનું આયોજન કરાયું છે. હાલ મનપા દ્વારા પલસાણાના ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી પુરુ પાડવા માટે ડી.પી.આર તથા અંદાજ મંજૂર કરવા સહિતના કામોના અંદાજ ગટર સમિતિ સમક્ષ મુકવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની ટ્રીટેડ વેસ્ટ વોટરની રિસાઇકલ રિયુઝ પોલિસી અંતર્ગત પલસાણા એન્વીરો પ્રોટેકશન લિમિટેડને કામરેજ વાલક તથા વરાછા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી ટ્રીટેડ વેસ્ટ વોટર પૂરૂ પાડવામાં આવશે. જે માટે ઓપરેશન અને મેઇનટેઇન્સ સહિત રૂા. 130.78 કરોડના ખર્ચનો અંદાજ સમિતિ સમક્ષ મુકાયો છે. પલસાણાના ઓદ્યોગિક એકમોને ટ્રીટેડ પાણી આપી મનપાને વર્ષે 45 કરોડની આવક થશે. આ માટે પલસાણા એન્વીરો પ્રોટેકશન લીમીટેડ સાથે એમઓયુ કરવામાં કરવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ માટેની ગ્રાન્ટ 15 માં નાણાપંચ હેઠળ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળનાર ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.