સરકારમાં સેવાભાવ સાથે ખૂબ જ નિષ્ઠાપૂર્વક નોકરીનો ગાળો પૂરો કરી પેન્શન મેળવતાં વરિષ્ઠો અને પેન્શનરોની વ્યથા અનેક છે. સામાજિક જવાબદારી સાથે શરીરની તંદુરસ્તી અને સામાજિક વ્યવહાર વિગેરે હોય છે. અંદાજે ૩૦ વર્ષથી વધુ એકધારી સેવા પૂરી પાડનારાં પેન્શનરોને માસિક ધોરણે ચુકવાતા પેન્શન સાથે મોંઘવારી રાહત (DR) જે કલ્યાણ રાજની ભાવના અને અમલ કરવાની બાબતે ઢીલ થતી હોય છે. પેન્શન બનતા સરકાર સાથે કેટલીક બાબતે પેન્ડીંગ હોય તે માટે પ્રયત્ન કરવા છતાં જે ઝડપે ન્યાય મળવો જોઈએ તેમ થતું નથી કારણ જે હોય તે. દર દશ વર્ષે પેન્શનરોને ચૂકવવામાં આવતી પેન્શન રકમમાં સુધારો થાય એ માટે પે કમિશન નિમાય છે.
આ બાબત સરકારે સ્વીકારેલ અને ચાલી આવે છે. તેમાં પણ ઢીલ થાય. લાખોની સંખ્યામાં પેન્શનરો પેન્શન મેળવે તે કોઈ લાભ નથી. કલ્યાણ રાજના ઉદ્દેશ મુજબ પેન્શન એ બંધારણીય હક છે. કોરાના કાળમાં ૧૮ માસ જેટલા સમયગાળાનું (D.R.) મોંઘવારી રાહત સરકારે અટકાવેલ જે આજ સુધી પેન્શનરોની લેણી રકમ ચુકવાઈ નથી જે દુ:ખદ છે. તાલુકે જિલ્લે પેન્શન મંડળો પણ કામ કરે છે. પણ વ્યથા સાંભળનાર અને સમયે સમયે પેન્શનરોના અધિકારની ચૂકવણી થતી રહે, તેમ થશે તો વરિષ્ઠોનું સન્માન થયું ગણાશે.
નવસારી – મનુભાઈ ડી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સર સલામત તો પઘડીયા હજાર
હવે સરકારને નાગરિકોનાં માથાની ચિંતા શરૂ થઈ છે, એ માથાની ચિંતા જે માથા પર સરેરાશ કરોડોનું વિદેશી દેવું છે,bસર સલામત તો કર્જા બહોત. રાજા–વાજા અને વાંદરાની જેમ ટ્રાફિકથી ઉભરાતા શહેરના વિસ્તારોમાં હેલમેટનું ભૂત ફરી ધૂણે છે, માંડ 20–30ની ઝડપે ચાલતી ગાડી માટે હેલમેટ પહેરવુ કેટલુંક ફરજીયાત? ટુ–વ્હીલર હાઇવે પર જ્યાં 40 કિલોમીટર કરતાં વધારે ઝડપે ચાલતી હોય, ત્યાં નાગરિકોને પોતાની સલામતી માટે હેલમેટ પહેરવું જરૂરી છે, પછી કાયદા હોય કે ના હોય.
સુરત દિવ્યેશ ફૈજાભગત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
