Sports

‘બોલર્સના દિમાગથી રમે છે’, પાકિસ્તાનના ક્રિકેટરોએ સૂર્યકુમારના જોરદાર વખાણ કર્યાં

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) સીઝનમાં ભારતીય ટીમની (Indian Team) પ્રથમ હાર સાઉથ આફ્રિકા (South Africa) સામે થઈ હતી. રવિવારે પર્થમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટથી ભારતને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હોવા છતાં સૂર્યકુમાર યાદવે (SuryaKumar Yadav) મેચમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. ચારેબાજુ સૂર્યકુમાર યાદવની જ તારીફ થઈ રહી છે. રવિવારની મેચમાં એક તરફ સિનિયર ખેલાડીઓ સતત આઉટ થઈ રહ્યા હતા તો બીજી તરફ સૂર્ય આફ્રિકન બોલરોની ધોલાઈ કરી રહ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સૂર્યએ ઈનિંગને સંભાળી લીધી હતી અને 40 બોલમાં 68 રન બનાવ્યા. તેણે 3 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. સૂર્યના આ બેટિંગના વખાણ પાકિસ્તાનીઓ પણ કરી રહ્યા છે. પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિક, પૂર્વ અનુભવી વસીમ અકરમ અને મિસ્બાહ-ઉલ-હકે પણ સુર્યના જોરદાર વખાણ કર્યા હતા. મલિકે સૂર્યની સરખામણી દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી એબી ડી વિલિયર્સ સાથે પણ કરી હતી. ડી વિલિયર્સને 360 ડિગ્રી પ્લેયર પણ કહેવામાં આવે છે, કારણ કે તે મેદાનની બધી બાજુથી ફટકારવામાં માહિર હતો. ત્રણેય દિગ્ગજો પાકિસ્તાની સ્પોર્ટ્સ ચેનલ પર વાત કરી રહ્યા હતા.

ડી વિલિયર્સની જેમ સુર્યા પણ બોલરના માઈન્ડથી ગેમ રમે છે
આ દરમિયાન શોએબ મલિકે કહ્યું, ‘મને લાગે છે કે તેની સફળતા એટલા માટે છે કારણ કે તે પોતાની રમતમાં ફેરફાર કરતો નથી. જો તે એક બે ઇનિંગ્સમાં આઉટ થઇ જાય તો પણ. તે એક કામ સારી રીતે કરે છે કે તે સ્થિતિને ઝડપથી સમજી જાય છે. તેને લાગે છે કે આ સ્થિતિમાં આ શોટ્સ સારી રીતે લઈ શકાય છે, તેથી તે તેને સારી રીતે યાદ કરે છે. તેને પોતાનો ગેમ પ્લાન બહુ સારી રીતે યાદ છે.

મલિકે કહ્યું, ‘તે બોલરના મનથી રમે છે. સૂર્યને ખબર થે કે પહેલી બોલ ફૂલ નાખશે, ત્યાર બાગ બોલર શોર્ટ બોલ નાખશે. ઓફ સાઈડ સ્ટમ્પ કે બેટ્સમેન પાસે બોલ કયારે બોલ નાખશે તેને ચોક્કસ પણે ખબર હોય છે, અહીં હું એબી ડી વિલિયર્સનું ઉદાહરણ આપીશ. તે પણ આ જ રીતે બોલરના દિમાગ સાથે રમતા હતા. મલિકે કહ્યું કે, એક પ્લાન ટીમ મેનેજમેન્ટ પાસેથી મળે છે, બીજા ખેલાડીએ પોતે બનાવવો પડે છે. સૂર્યની રમતમાં તે ખૂબ જ સારી રીતે દેખાય છે કે તે પોતાનો ગેમ પ્લાન પણ તૈયાર કરે છે.

પાવરપ્લે પછી પણ લાંબા શોટ રમવું, સૂર્યા અલગ છે
મિસ્બાહ-ઉલ-હકે કહ્યું, ‘ સૂર્યની સ્કિલ ડેવલપ કંઈ અલગ જ છે. મતલબ કે તમારી પાસે એટલી બધી સ્કિલ છે કે તમે સમય લીધા વિના રમી શકો છો. સર્કલ (પાવરપ્લે)માં આવા શોટ રમી શકાય છે, પરંતુ સર્કલ પછી આ રમતને આટલી આરામથી અને શોટને સંપૂર્ણ રીતે સમયસર મળે તે અદ્ભુત છે. આ દરમિયાન મલ્લિકે કહ્યું, ‘તે લાંબા સમયથી રમી રહ્યો છે, તેથી તેની પાસે આટલું સાતત્ય છે. તેથી જ તેને તે ઝડપથી સમજાય છે. તેણે ઘણી બધી ફર્સ્ટ ક્લાસ રમી છે. તે ઘણી આઈપીએલ રમી ચૂક્યો છે. તેણે ઘણી ડોમેસ્ટિક ક્રિકેટ રમી છે.

તમને જણાવી દઈએ કે સૂર્યકુમારે 10 વર્ષ પહેલા IPLમાં ઝલક બતાવી હતી, જે બાદ વસીમ અકરમે કહ્યું, ‘હું IPLમાં હતો. KKR માટે, તે 2012-13 છે. ત્યારે પણ તેના મેચથી બધાને પ્રભાવિત કરી દીધા હતા. નંબર-7 પર આવીને તેણે મિડલ સ્વીપ પર બે સિક્સર ફટકારી. તેણે તે કર્યું, પછી બધાને લાગ્યું કે આ પણ કંઈક છે.

Most Popular

To Top