Charchapatra

ખેલૈયા અને આયોજકો માઈનસ ખેડૂતો

હમણાં બે દિવસથી ગુજરાતભરમાં વરસાદ અને પવને જે તારાજી સરજી છે અને તેમાં પણ આપણા વિસ્તારના વલસાડ, નવસારી, વાંસદા આસપાસનાં ગામોના ગરીબોના ઘરોની જે હાલત થઈ છે અને સમગ્ર ગુજરાત સાથે આપણા જ વિસ્તારમાં ચોખા તો ટન બંધી નાશ પામ્યા છે, અને ખેડૂતોને પોક મૂકીને રડવાનો વારો આવ્યો છે ત્યારે આ વરસાદના સમાચારો પ્રસિદ્ધ કરતી ગુજરાતની મોટાભાગની ટી.વી ચેનલોને સૌથી વધુ દુઃખ ગરબાની મજા બગડી અને ખેલૈયાઓ નિરાશ થયા તેની થઈ અને તે સ્વપાર્જીત વ્હોરેલી મુશ્કેલી દયા પાત્ર બનાવી દેવાઈ પણ ખેડૂતોની કાયમી મુસીબતોથી વાકેફ ટીવી ચેનલોને તેમનો અવાજ જે રીતે રજૂ કરવો જોઈએ તે રીતે રજૂ કરવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે.

તેનું દુ:ખ છે. વળી ગરબા જે રીતે આયોજાય છે અને જે ખેલૈયાઓ ઊંચી કિંમત આપી રમવા જાય છે તે બધા જ માલેતુજાર હોવાની શક્યતા ઘણી ઓછી છે પણ કેટલાક ઘરોમાં સંતાનોની જીદ પોષવા વાલીઓએ મોંઘા ડ્રેસ ખરીદવા પડે છે. આ બધી બાબતોનો યક્ષ પ્રશ્ન જે મને થાય છે તે એ કે હિન્દુત્વ અને સ્વદેશીના બણગાં ફૂંકતા આપણે આપણી સંસ્કૃત્તિને અનુરૂપ વર્તન કરીએ છીએ?
નાનપુરા, સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડીવાઈડર પર રેઇલીંગ ફરજીયાત જરૂરી છે
ખાસ કરીને રાત્રે જ ભટકાતાં વાહનો સામેની બાજુનાં વાહનોને પણ અડફેટે લે છે. માલહાનિ કરતાં જાનહાનિનો રસિયો વધારે છે. અમદાવાદ અને બરોડા જેવાં શહેરોમાં વર્ષોથી રેઈલીંગ હોવાથી ત્યાં જાનહાનિનું પ્રમાણ નહિવત્ છે. અધિકારીઓ, રાજકર્તાઓ તેમજ કોર્પોરેટરો આળસ ખંખેરી બીજા વાહિયાત ખર્ચ કરતાં આવા ખર્ચા જાનહાનિ અટકાવવા પૂરતા છે. કોઇના જીવનનો મોભી પિતા હોય કે ભાઈ કે દીકરો બીજાના આસિયાના બનવું આ જમાનામાં અઘરું છે.
અડાજણ. – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top