રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા પિપલાંત્રી નામના ગામે પુત્રી અને પર્યાવરણની રક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. જયારે કોઇના ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે ગામના રહેવાસીઓ 111 (એકસો અગિયાર) છોડવાં રોપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને લીધે ગામની આસપાસ હરિયાળી છવાઈ ગઈ છે. દરેક દીકરી મોટી થતી જાય એમ તેની આર્થિક સુરક્ષા માટે ગ્રામજનો તરફથી તેને 21 (એકવીસ) હજારનું સામુહિક યોગદાન આપવામાં આવે છે. પુત્રી સાથે પર્યાવરણની સુરક્ષા થઇ શકે છે તેનો રાહ રાજસ્થાનના ગામે ચીંધ્યો છે, તે સ્તુત્ય, આવકારદાયક અને અન્ય ગામો માટે અનુકરણીય પણ છે જ. દેશનાં અન્ય શહેરો અને અન્ય ગામો પણ આવી સ્તુત્ય યોજના અમલમાં મૂકે તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કૃપા પત્રો વ્યથા પત્રો
આઝાદીના અમૃત કાળમાં પણ હજી ભારતીય જનતા સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે કે રામરાજ જન્મસિધ્ધ અધિકાર છે તે નક્કી કરી શકતી નથી તેના મુખ્ય કારણમાં બીજેપી ભારતની આર્થિક રાજધાની મુંબઇથી ખસેડી સુરત બનાવવાનાં ધર્મ અને સત્તાના રાજકારણમાં સૂરતને મેટ્રો ટ્રેન સાથે બુલેટ ટ્રેન અને સમગ્ર ભારત અને વિશ્વને માટે ભવ્ય રામ મંદિર પણ લોકાર્પિત કરશે. પણ વિશ્વ નાગરિકની ભાવનાને મૂર્તિમંત કરવા ગુજરાતમિત્ર સોળ દાયકાથી સાતત્ય જાળવે છે તેમાં તેના લોકાપરિત આ વિભાગમાં બહુધા ફરિયાદ પત્ર વ્યથા પત્ર, રકાસ પત્રો સ્થાન પામતા હોય તે હેપ્પીનેસ નથી જ ને?
ધરમપુર – ધીરૂ મેરાઇ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.