આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની ભૂમિકામાં તેઓ ગુંગળામણ અનુભવે છે. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી સમાજનો એક ભાગ પરતંત્ર જ રહયો. તેઓમાં ધીમે ધીમે જાગૃતિ આવવા લાગી. વિદેશમાં જીવનસાથીને કાનૂન માન્ય વેતન ચુકવવામાં આવે છે. અહીં એક કાયદો નથી. પુરુષપ્રધાન સમાજમાં માનસિક ગુલામી ભોગવતી મહિલાઓએ બંડ પોકાર્યું. લગ્ન પછી સંતાન કારકિર્દીમાં બાધાજન્ય હોય. સ્થાયી થયા પછી જ હમો નિર્ણય લઇશું. તેઓએ અનુભવ્યું કે પુત્ર કે પુત્રીની કહેવાતી ટેકણી આશા મૃગજળ બની છે. સંતાન ઉછેર ઉપરાંત ભવિષ્યની આર્થિકતા અને બિમારીનું પ્રોવિઝન કરનાર જ જીતે છે.
સુરત- અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આયોજન કરી ભવિષ્ય સુરક્ષિત કરો
By
Posted on