હોંગકોંગ: હોંગકોંગમાં (HongKong) એક દુર્લભ હીરાની હરાજી કરવામાં આવી છે. આ હીરો રેકોર્ડ કિંમતમાં વેચાયો છે. તેની વેચાણ કિંમતે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. હરાજીમાં વેચાયેલા હીરાએ કેરેટ દીઠ સૌથી વધુ કિંમતનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. હોંગકોંગમાં 4.99 મિલિયન ડોલરમાં ગુલાબી હીરાનું (Pink Diamond Sell $4.99) વેચાણ થયું. જો આપણે ભારતીય ચલણમાં તેની કિંમતની ગણતરી કરીએ તો તે લગભગ 413 કરોડ રૂપિયા થાય છે. આ ગુલાબી હીરાની સોથેબી હોંગકોંગ દ્વારા હરાજી કરવામાં આવી હતી. જો કે આ હીરો આટલી ઊંચી કિંમતમાં વેચાશે તેવો કોઈને અંદાજ ન હતો, પરંતુ પિંક ડાયમંડે હરાજીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
વિલિયમસન પિંક સ્ટાર ડાયમંડ
આ પિંક ડાયમંડનું નામ વિલિયમસન છે. તે 11.15-કેરેટ નો પિંક સ્ટાર હીરો છે. સોથેબી દ્વારા તેની હોંગકોંગ હરાજી કરવામાં આવી છે. હીરો 392 મિલિયન હોંગકોંગ ડોલર (US$49.90 મિલિયન) માં વેચાયો છે. જોકે મૂળરૂપે તેની કિંમત 21 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. વિલિયમસન પિંક સ્ટારનું નામ બે સુપ્રસિદ્ધ પિંક હીરાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પહેલો વિલિયમસન હીરો 23.60 કેરેટનો છે. તે 1947 માં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ને લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. બીજો ગુલાબી હીરો 59.60 કેરેટનો છે. આ રેકોર્ડ 2017ની હરાજીમાં $712 મિલિયનમાં વેચાયો હતો. વિલિયમસન પિંક સ્ટાર હરાજી માટે આવનાર બીજો સૌથી મોટો પિંક ડાયમંડ છે. ગુલાબી હીરા એ રંગીન હીરાઓમાં સૌથી દુર્લભ અને સૌથી કિંમતી હીરા છે.
સૌથી મોટો ગુલાબી હીરો
થોડા મહિનાઓ પહેલા એવું નોંધાયું હતું કે અંગોલામાં કેટલાક ખાણિયાઓએ ખોદકામ દરમિયાન ગુલાબી હીરાની શોધ કરી હતી. એવું માનવામાં આવતું હતું કે આ હીરા છેલ્લા 300 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ગુલાબી હીરો હોઈ શકે છે. આ દુર્લભ ગુલાબી હીરાને ધ લુલો રોઝ નામ આપવામાં આવ્યું હતું. કારણ કે તેની શોધ લુલો ખાણમાં થઈ હતી. લુલો ખાણ અંગોલાના ઉત્તર-પૂર્વમાં સ્થિત છે.
સૌથી મોટો સફેદ હીરો
વિશ્વનો સૌથી મોટો સફેદ હીરો ‘ધ રોક’ આ વર્ષે મે મહિનામાં વેચાયો હતો. તેની 1 અબજ 69 લાખ રૂપિયા ($21.9 મિલિયન)માં હરાજી કરવામાં આવી હતી. અબજોની કિંમતના હીરાની કિંમત 228.31 કેરેટ છે. અહેવાલ અનુસાર, આ હીરાને 2000ના દાયકાની શરૂઆતમાં ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. અગાઉ આ હીરા જ્વેલરી કલેક્શન કરનાર વ્યક્તિ પાસે હતો. જેણે તેને નેકલેસમાં મૂક્યો હતો અને પછી આઠ વર્ષ પછી તેણે આ હીરાને વેચવાનું નક્કી કર્યું.