Entertainment

ફિલ્મ રામાયણથી રણબીર કપૂર અને સાઇ પલ્લવીના રામ-સીતા અવતારમાં ફોટા લીક

મુંબઇ: નિતેશ તિવારીની (Nitesh Tiwari) ફિલ્મ ‘રામાયણ’ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર કપૂર (Ranbir Kapoor) અને સાઈ પલ્લવીની (Sai Pallavi) જોડી સાથે જોવા મળશે. તેમજ બંને કલાકારોને ‘રામ’ અને ‘સીતા’ની ભૂમિકામાં જોવા માટે ચાહકો ઉત્સાહિત હતા અને હવે તેમની રાહ પૂરી થઈ છે.

દિગ્દર્શક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હાલમાં જ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા દશરથ અને કૈકેયીના અવતારમાં જોવા મળ્યા હતા. હવે આ ફિલ્મમાંથી રણબીર અને પલ્લવીના લુક્સ પણ લીક થઈ ગયા છે.

‘રામાયણ’ના સેટ પરથી રણબીર કપૂર અને સાઈ પલ્લવીની તસવીરો સામે આવી હતી, જેને જોઈને ચાહકોએ ઘણી કોમેન્ટ્સ કરી હતી. હાલ મુંબઈમાં રામાયણના શૂટિંગ માટે ભવ્ય સેટ લગાવવામાં આવ્યો છે. અહીંથી જ રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ફોટા વાયરલ થયા હતા, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

તસ્વીરોમાં રણબીર ભગવા નહીં પણ જાંબલી અને મરૂન કલરના પોશાકમાં જોવા મળી રહ્યા છે. ગળામાં સોનાનો હાર અને બાજુબન સાથે કાનની બુટ્ટી અને લાંબા વાળમાં જોવા મળ્યા હતા. જ્યારે સાઈ પલ્લવી પણ આ જ કોન્ટ્રાસ્ટ આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રીના ચહેરા પર સાદગી છે. તેણીના હાથમાં સોનાની ભારે બંગડીઓ પણ જોઇ શકાય છે. બંનેનો લુક સામે આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થયો છે. આ તસવીરો જોઈને લાગે છે કે આ સીન ‘રામ’ અને ‘સીતા’ના લગ્ન પછીનો છે.

દિગ્દર્શક તિવારી રોષ ભરાયા
એપ્રિલની શરૂઆતમાં ‘રામાયણ’ના સેટ પરથી અભિનેતા અરુણ ગોવિલ અને અભિનેત્રી લારા દત્તાની તસવીરો લીક થઈ હતી. જેમાં અરુણ ગોવિલ રાજા દશરથના લુકમાં જોવા મળ્યા હતા. જ્યારે લારા દત્તા રાણી કૈકેયીના અવતારમાં જોવા મળી હતી.

લીક થયેલી તસવીરોમાં અભિનેત્રી શીબા ચઢ્ઢાની ઝલક પણ જોવા મળી હતી. આ પછી એક અપડેટ સામે આવ્યું હતું કે ડિરેક્ટર નીતેશ તિવારી લીક થયેલી તસવીરોથી નારાજ છે. આથી તેમણે ફિલ્મના સેટ પર નો ફોન પોલિસી લાગુ કરી હતી. પરંતુ હવે આ નીતિને તોડતા ફરી એકવાર સેટ પરથી ફોટા લીક થયા છે.

Most Popular

To Top