National

ભારતમાં બેન PFI HIT SQUAD નો સાથીદાર NIA દ્વારા પકડાયો, RSS નેતાની હત્યા સાથે જોડાણ

નવી દિલ્હી: ભારતમાં બેન એવા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો એક શાતિર સાથીદાર આજે એનઆઇએના (NIA) હાથે ઝડપાયો છે. તેમજ તેનો એક સાથીદાર શફીક RSSના નેતા શ્રીનિવાસનની હત્યા 16 એપ્રિલ 2022ના રોજ કરી ફરાર થઇ ગયો હતો. ત્યારે કેરળમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ RSS નેતા શ્રીનિવાસનની હત્યાના (Murder) કેસમાં PFI કાર્યકર શફીકની ધરપકડ કરી છે.

શફીક PFI ના ભયજનક એકમ HIT SQUAD નો હેન્ચમેન છે. પીએફઆઈના વરિષ્ઠ નેતા અશરફ કેપીએ શ્રીનિવાસનની હત્યાની જવાબદારી શફીકને સોંપી હતી. અશરફે પોતે ઘણા હિન્દુ નેતાઓની રેકી કરી હતી. NIAનો આરોપ છે કે અગાવ સિદ્દીકી કપ્પનની ભલામણ પર PFIની HIT SQUAD અનેક BJP, RSS અને હિન્દુ સંગઠનોના નેતાઓને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવી હતી.

શ્રીનિવાસનની હત્યા 16 એપ્રિલ 2022ના રોજ કરવામાં આવી હતી
RSS નેતા એસકે શ્રીનિવાસનની 16 એપ્રિલ 2022ના રોજ કેરળના પલક્કડમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. છ બાઈક સવારો દિવસના અજવાળે શ્રીનિવાસનની દુકાનમાં ઘૂસી ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રીનિવાસનનું મોત થયું હતું. પરંતુ શ્રીનિવાસનની હત્યાના એક દિવસ પહેલા જ પલક્કડમાં પીએફઆઈના નેતા એસ સુબેરની હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે શ્રીનિવાસનની હત્યાને બદલાની ભાવનામાં લેવામાં આવેલું એક પગલું ગણાવ્યું હતું.

શફીકની કોલ્લમ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ શ્રીનિવાસનની હત્યાના કાવતરામાં સામેલ લગભગ 71 લોકોની ઓળખ કરવામાં આવી છે. NIAએ આ કેસમાં બે ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ પૈકીના એક આરોપીનું 2 જાન્યુઆરીએ મૃત્યુ થયું હતું. જ્યારે સાહિર કેવી અને જાફર ભીમંતવિડાની ઓક્ટોબર 2023 અને ફેબ્રુઆરી 2024માં ધરપકડ કરવામાં આવી છે.

શફીક મલપ્પુરમ જિલ્લાનો રહેવાસી છે. તે પીએફઆઈ હિટ સ્ક્વોડનો ભાગ હતો. જેણે શ્રીનિવાસનની હત્યાને અંજામ આપ્યો હતો. NIAની તપાસ અનુસાર શફીકે અશરફ કેપીને આશ્રય આપ્યો હતો. જેણે PFI નેતૃત્વની સૂચના પર અન્ય નેતાઓ અને સભ્યો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.

Most Popular

To Top