SURAT

કોરોનાનો ડર અને કર્ફ્યૂને કારણે સુરતમાં પેટ્રોલના વેચાણમાં દૈનિક 10,000 લિટરનો ઘટાડો

કોરોનાને લીધે શહેરીજનો કારણ વગર ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દીધું છે કેટલીક ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામા આવતા અને અનેક નિયંત્રણોના લીધે ઈન્ડસ્ટ્રીયલ ગુડ્સનું ટ્રાન્સપોર્ટેશન ઘટી ગયું હોય પેટ્રોલ 70 ટકા તો ડીઝલનો વપરાશ 60 ટકાનો ઘટાડો થયો છે. હાલ શહેરના 60 પેટ્રોલ પંર પર પ્રતિદિન 12 લાખ લીટર ડીઝલ અને 10 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે.

થોડા દિવસ સુધી કોરોનાના કેસોમાં ઘટાડા બાદ છેલ્લા એક મહીનાથી દેશભરમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ છે. દિલ્હી,મહારાષ્ટ્ર, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેસો ઝડપથી વધી રહ્યા છે અને મૃતાંક પણ વધ્યા છે કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક હોવાથી અને તેનું સંક્રમણ તીવ્ર ગતિએ ફેલાતા લોકોમાં ભય ફેલાયો છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

કંપનીઓમાં કામ કરતા કારીગરોનું પલાયન વધ્યું છે.ઔદ્યોગિક એકમોમાં કામકાજ ઘટી ગયા છે. કેટલીક ઓફિસોમાં કર્મચારીઓને ઘરથી કામ કરવાની સુચના આપવામાં આવી છે, વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જતા નથી. સરકારી કચેરી, શાળા-કોલેજો અને ખાનગી ઓફિસોમાં 50-50 ટકા કર્મચારીનો નિયમ લાગુ કરાયો છે. રાત્રિ કરફ્યૂ 8 વાગ્યે લાગી જતો હોય લોકો વહેલાં ઘરે જઈ રહ્યાં છે.

લોકો હવે વીક એન્ડમાં પણ બહાર નીકળતા નથી. જેના લીધે રસ્તાઓ પર દિવસ દરમિયાન 50થી 60 ટકા ટ્રાફિક ઘટી ગયો છે. આ તમામની અસર પેટ્રોલ-ડીઝલના વેચાણ પર પડી છે. ડીલર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર દૈનિક 22 હજાર લિટર પેટ્રોલનું વેચાણ હતું જે હાલ ઘટીને 12 હજાર લિટર થયું છે. તેના લીધે ડીલર્સે કંપની પાસેથી ઈંધણની ખરીદી ઘટાડી દીધી છે.

જ્યારે બીજી બાજુ બીજા રાજ્યોમાં રાજ્યોમાં જતાં વાહનોની સંખ્યા ઘટી છે અને તે સાથે જ લાંબાગાળાના ગુડ્સ વ્હીકલ્સમાં બાયો ડિઝલનો વપરાશ વધ્યો હોય ડીઝલના વેચાણ પર 60 ટકા જેટલી અસર પડી છે. સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી ભૂપેન્દ્ર તમાકુવાલાના જણાવ્યા અનુસાર કોરોનાને લીધે લોકોની અવરજવરમાં ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ઘટયુ છે.

Most Popular

To Top