Vadodara

વ્યાજખોર પિતા-પુત્ર સામે પોલીસ કમિશનરને અરજી

વડોદરા: શહેરના બીલ્ડરને ફાઈનાન્સનો ધંધો કરતા પિતા પુત્રએ તગડું વ્યાજ વસુલી લીધુ હોવા છતાં. વધુ વ્યાજની માંગણી કરી ત્રાસ આપયાની સાથે બંદુક જેવા હથિયારો સાથે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે તે બીલ્ડની સાથે અન્ય 15 જેટલા લોકો તે પિતા પુત્રના વ્યાજ વસુલીનો ભોગ બન્યા હતા. તેઓ દ્વારા પણ પોલીસ સ્ટેશનોમાં અરજી આપમાં આવી છે. ત્યારે ઉપરોક્ત બીલ્ડરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીની તપાસમાં પોલીસ દ્વારા જવાબ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારની અતુલ સોસાયટીમાં રહેતા અને ફાઈનાન્સનો ધંધો કરતા પુત્ર પિતા પ્રણવ રક્ષેશભાઈ ત્રિવેદી અને રક્ષેશ આર.ત્રિવેદી પાસેથી દિવાળીપુરા રોયલ પાલ્મમાં રહેતા કોમીલ ચમનલાલ મોદીએ વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે વર્ષ 2016થી 2021 સુધી કોમીલભાઈ ઉપરોક્ત પિતા પુત્રો પાસેથી આશરે રૂ.14 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. જ્યારે તેની સામે કોમીલભાઈએ રોકડમાં છ ગણા કરતા પણ વધુ રૂપિયા એટલે રૂ.88 લાખ ચુકવી ચુક્યા છે. ત્યારે ચેક મારફતે કરેલા હીસાબમાં કોમીલભાઈએ રૂ.22.73 લાખની ચુકવણી કરી છે.

જોકે પ્રણવ અને રક્ષેશ જે લોકો તેમની પાસેથી વ્યાજે રૂપિયા લઈ જતા હતા. તેમને દરાવવા તે પોતા પોલીસ અને મોટા રાજકારણી સાથે સંબંધ ધરાવે છે અને કોઈ પણ એમનું કાંઈ નહી કરી શકે તેવી ધમકી આપતા હતા. નોંધનીય બાબત એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ તેમનું વ્યાજ સમયે ન આપતો ત્યારે તે લોકો કોઈ પોલીસ કર્મી પાસેથી જે તે વ્યક્તિનું લોકેશન મેળવી લઈ તેઓને જણાવતા હતા કે, તું અહી છે. ત્યાં આવીને તને મારમારીશું. આ સાથે બંદુક લઈને આવી પઠાણી કરી વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ઉપરાંત કેટલાક ગુંડાઓને પણ સાથે લઈ જઈ અથવા અલગથી તેઓને મોકલી પૈસાની ઉઘરાણી કરાવતા હતા.

વ્યાજખોરોનો ત્રાસ હોય તો તાત્કાલીક પોલીસને જાણ કરો
કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ઉચું વ્યાજ ઉઘરાવી હેરાન કરતો હોય અથવા ધમકી આપતો હોય ત્યારે તેની જાન 100 નંબર પર, સ્થાનિક પોલીસને અથવા શહેર પોલીસની એજન્સીઓને કરવી જોઈએ જેથી તેઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે-           ડૉ.શમશેરસિંઘ-CP
ફાઈનાન્સર પિતા-પુત્રનો 15 જેટલા લોકો ભોગ બન્યા છે હજુ પણ કેટલાક લોકો બહાર આવશે
ફાઈનાન્સનો ધંધો કરતા પ્રણવ રક્ષેશભાઈ ત્રિવેદી અને રક્ષેશ આર.ત્રિવેદી પાસેથી જ્યારે કોઈ વ્યક્તિ વ્યાજે રૂપિયા લેવા આવતું ત્યારે તેઓ વ્યાજ ઓછુ લેશે તેમ કહી પહેલા વ્યાજે રોકડમાં રૂપિયા આપી દેતા હતા. તે સાથે કોરા ચેક, સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લેતા હતા. અને તેઓ પુરે પુરા સેફ થઈ જાય તેની માટે પોતના ગુંડા જેવા લોકોને મોકલી ચેક મારફતે જેતે વ્યક્તિને સાથે બેંકમાં લઈ જઈ રોકડમાં આપેલી રકમથી મોટી રકમનો ચેક વિડ્રો કરાવતા અને તાત્કાલીક તે રૂપિયા તે ગુંડાઓ પરત લઈ લેતા હતા. જેથી બેંકમાં તે એન્ટ્રી કાયદાકીય લડતમાં કામ લાગતી હતી.

શહેર પોલીસનો નવતર અભિગમ “સુરક્ષા સંવાદ” શરૂ કરાયો
વડોદરા શહેરમાં અગાઉ વ્યાજખોરોનું દુષણ ખુબ વધી ગયુ હોવાના કારણે તેઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેના માટે તત્કાલીન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકદબાર ભરી લોકોની ફરિયાદ નોંધવામાં આવતી હતી પરંતુ વ્યાજખોરો સુધી જ સીમીત રહી ગયું હતુ. જો કે ફરી એક વાર વ્યાજ ખોરોએમાથું ઉચકતા  હાલના પોલીસ કમિશ્નર ડૉ.શમશેરસિંઘના માર્ગદર્શન હઠેળ પોલીસ દ્વારા સુરક્ષા સંવાદ યોજવામાં આવી રહ્યો છે. તેમાં લોકો જઈ પોલીસને કોઈ પણ ગેરકાયદે ચાલતી પ્રવૃતિ અંગે માહીતી આપી શકે. જેની ફરિયાદ નોંધવા જેવી લાગશે તે નોંધાશે અથવા ફરિયાદ નોંધ્યા સિવાય પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top