SURAT

રેમડેસિવિર મામલે C R Patil સામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

ગુજરાતભરમાં કોરોના ( CORONA ) મહામારીએ માઝા મૂકી છે જેના કારણે રાજ્યભરમાં રેડિમેશિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે જેના કારણે લોકો હાલ ઇન્જેક્શન માટે જ્યાં ત્યાં વલખા મારી રહ્યા છે. લોકો પોતાના પરિજનોને બચાવવા માટે રાતભર અને વહેલી સવારથી દવાખાનાની બહાર લાઈનો લગાવીને ઉભા રહે છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાના હોમટાઉન સુરતમાં ઈન્જેક્શનની લ્હાણી કરી હતી. જેના બાદ રાજકારણ ગરમાયુ હતું. પ્રદેશ અધ્યક્ષ ક્યાંથી અને કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને તેઓ કેવી રીતે આ રીતે ઈન્જેક્શન વહેંચી શકે તે મુદ્દે તેઓ વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટ ( GUJRAT HIGHCOURT ) માં પહોંચ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં સીઆર પાટીલના રેમડેસિવિર ઇન્જેકશન મુ્દ્દે અરજી કરવામાં આવી છે.

ઇન્જેક્શનના જથ્થાને લઈને અને તેના વિતરણ બાબતે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાઈકોર્ટ (hc)માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી છે. સુરતમાં સી.આર પાટીલે ( C R PATIL ) ઈન્જેક્શનનો જથ્થો ફાળવાતા હાઇકોર્ટ માં અરજી કરાઈ છે. સીઆર પાટીલ સામે થયેલી અરજીમાં અનેક સવાલો ઉઠાવાયા છે. ફાર્મસીના લાઇસન્સ સિવાય કોઈપણ વ્યક્તિ રેમડેસિવિરના કમ્પાઉન્ડ, મિક્સર અને દવા રાખી શકે નહિ, મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર લખી શકે અને પોતાની પાસે રાખી શકે. દરેક વ્યક્તિ આ દવા મેન્યુફેક્ચર કરી શકતું નથી, ત્યારે પ્રદેશ પ્રમુખ પાસે આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો તેવા સવાલો અરજીમાં કરાયા છે.

આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ( PARESH DHANANI ) રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. સાથે જ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે. સીઆર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. જેમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવીનો પણ ઉલ્લેખ કરાયો છે. બંને સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ઇન્જેક્શન પર રાજકારણ ગરમાયુ છે જેના કારણે વિપક્ષ અને પાટીલ આમને સામને આવ્યા છે. વિરોધ બાદ હાલ સુરત ખાતેથી પાટીલે ઈન્જેક્શન બાબતે વિતરણ બંધ કર્યું છે, જોકે આ બાદ રાજકારણ સતત ગરમાઈ ગયું છે ગુજરાતના સીએમ રૂપાણી પણ આ બાબતે નિવેદન આપી ચુક્યા છે કે પાટીલને પૂછો.

Most Popular

To Top