આણંદ : રાજ્ય સરકાર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અગિયાર માસ કરારથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને 25 ગ્રેસ માર્ક્સ આપવાની માંગ ઉઠી છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ભરતી ન થવાથી હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ ઉપર નજીવા વેતનમાં આઉટ સોર્સિંસ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. એમાંય છેલ્લા બે વર્ષથી કોરોનાના વાયરસે કહેર વર્તાવ્યો છે, એવા સમયમાં આ કર્મચારીઓએ કોરોના સંક્રમિત થવાના ભય વચ્ચે પોતાના જીવને જોખમમાં મુકી ઘરે ઘરે સર્વે કરી શંકાસ્પદ કેસ શોધ્યા છે, વેકસીનેશનની સો ટકા કામગીરી કરી રાજ્યને કોરોના મુક્ત કર્યું છે. વર્ષોથી આઉટસોર્સ એજન્સી વચેટિયાના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી સરકાર આ બાબતે વિચારતી પણ નથી ત્યારે કોરોના વોરિયર્સમાં હતાશા ઉભી ન થાય તે માટે કાયમી ભરતીની પરીક્ષામાં 25 ટકા ગ્રેસ માર્ક્સ આપી સન્માનિત કરવાની માગણી કરવામાં આવી છે.
કાયમી ભરતીમાં કોરોના વોરિયર્સને 25 ગ્રેસ માર્ક્સ આપવા રજુઆત
By
Posted on