વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા વાસીઓને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડી છે. જેમાં પાણી, લાઈટ, ગટર અને કચરાને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો વર્ષો જૂની સમસ્યાથી ઘેરાયેલું બરાનપુરા વિસ્તાર છે. જેમાં વર્ષોથી કચરા પેટીને લઈને તે હમેશા વિવાદમાં રહ્યો છે. જેથી આજ રોજ બરાનપુરા વિસ્તારનાં દુકાનદારો, સ્થાનિકો અને શહેરના જાણીતા અજુ માસી દ્વારા પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
થોડા સમય અગાઉજ આ કચરા પેટીને લીધે વિવાદ થયો હતો. ત્યારે પણ સ્થાનિક લોકોએ કચરો ઉચકીને વોર્ડ નંબર ૧૪ના નગરસેવકોને ત્યાં નાખવાની ચીમકી ઉચ્ચારતા વોર્ડ નાજ ડે. મેયર નંદા જોશી દ્વારા તેને તાત્કાલિક યુદ્ધના ધોરણે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજ રોજ પણ બરાનપુરા વિસ્તારનાં દુકાનદારો, સ્થાનિકો અને બરાનપુરા વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા આ કચરા પેટીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. જણાવ્યું હતું કે આ કચરા પેટીની સમસ્યા વર્ષો જૂની છે પહેલા કચરા પેટી ગણાતી હતી હવે ધીરે ધીરે આ કચરા પેટી ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાઈ ગઈ છે.
અહિયાં આખા વિસ્તારનો કચરો ઠલવામાં આવે છે અને ચોવીસ કલાક કચરો લેવા ઉભેલી હોય છે છતાં પણ કચરો ત્યાં પડેલો જ હોય છે છતાં પણ અહિયાં કોઇપણ જાતની કોઇપણ પાલિકાના પદાધિકારીઓને કશું જ ફરક પડતો નથી. વધુમાં તો આ વિસ્તારમાંથી પાલિકાના ડે. મેયર નંદા જોશી છે છતાં પણ આ સમસ્યાનો કોઇપણ જાતનું નિરાકરણ આવતું નથી. સ્થાનિક લોકોનું તો એવું પણ કહેવું છે કે આ વિસ્તારમાં જ કચરા પેટી છે તે વીસ્તારમાં ક્યારેય કોઈ નગરસેવક આવતા નથી કે ડાફોળીયુ મારવા પણ આવતા નથી. આ કચરા પેટીની સમસ્યા વર્ષો જૂની છે હવે આ કચરા પેટી ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે.
આ કચરા પેટી છે ત્યાં તો પહેલા સ્કુલ પણ હતી તે તોડી નાખવામાં આવી છે અને ત્યાં સર્કલ બનાવવાના હતા તે પણ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યું નથી. આ કચરો ઉઠાવવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનથી કચરો ઉપાડીને કચરા પેટીની ગાડીમાં નાખવામાં આવે છે પરિણામે ત્યાં ખાડો પડી ગયો છે. જેને પરિણામે વરસાદ વરસે ત્યારે તે ખાડામાં પાણી ભરાય જાય છે અને કચરો પણ એ ખાડામાં ભરાયેલો જોવા મળે છે. જેથી સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ ખાડામાં જે વરસાદી પાણી ભરાય જાય છે તેને લઈને અમારા નાના બાળકોમાં તથા ઉમર લાયક વ્યકિતઓને રોગચાળાના ભરડામાં સપડાય ગયા છે.