ટેક્સટાઈલ માર્કેટોમાં ઠગ વેપારીઓ આયોજન બદ્ધ વેપાર કરે છે, પહેલા તો તેવો રોકડમાં માલ ખરીદે છે અને વિવર્સો ને વિશ્વાસ આવી જાય પછી કરોડો રૂપિયાનો માલ ખરીદી કરી રફુચક્કર થઈ જતા હોય છે, એક વખત ભાગી ગયેલો વેપારી એવું સેટિંગ કરે છે કે પછી ક્યારેય પણ પકડાતો નથી પકડાય તો પણ વિવર્સોની કરોડોની પુરી રકમ ક્યારેય પરત મળતી નથી, અગાઉ એવી વાત થઈ હતી કે વેપારીઓ પાસેથી kyc લઈ લેવી જોઈએ જેથી વેપારી ભાગી જાય તો આસાનીથી પકડી શકાય, આમ કરવાં જતાં કદાચ વેપારી પકડાઈ જાય તો પણ આપણી ન્યાયપ્રક્રિયા એટલી ધીમી છે કે કેસ કર્યો હોય તો તે કેશ સીવીલ મેટર હોય ચુકાદો આવતા વર્ષોના વર્ષો નીકળી જાય છ વેપારી પાસે kyc તો લેવી જ જોઈએ, મારું માનવું છે કે વિવર્સો કોઈપણ વેપારી ને માલ આપે છે.
તો તે માલના બિલની સામે માલ ખરીદનાર વેપારી પાસેથી જે ધારો હોય તે મુજબ પાકતી તારીખ નો ચેક લઈ લેવો જોઈએ (p d c)જેથી કરી ચેક આપનાર વેપારીનો ચેક રિટર્ન થાય અને ભાગી જાય તો પણ પકડી શકાય ધી નેગોશીયેબ ઈન્સ્ટ્રુમેંટ એક્ટની કલમ 138 અન્વયે રિટર્ન થયેલા ચેક આપનાર વેપારી સામે કેસ કરી ઝડપથી ન્યાય મેળવી શકાય છે માલ ની સામે પાકતી મુદત નો ચેક લઈ લેવો વધુ સલામતી છે તમામ વિવર્સો માલની સામે ચેક લઈ લેવાનો ધારો બનાવી અને એ ધારો અમલમાં લાવે તો ટેક્સટાઈલ માર્કેટોમાં લેભાગુ ઠગ વેપારીઓના ઉથમણા કાબુમાં આવી શકે છે. હમણાં ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશનના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે હીરાનો માલ આપતી વખતે માત્ર ચિઠ્ઠીને બદલે ચેક લેવાનો આગ્રહ રાખજો જેથી આપના રૂપિયા સલામત રહે શ્રી હર્ષ સંઘવીની સલાહ ટેક્સટાઈલ ઉદ્યોગે પણ સ્વીકારવી જોઈએ અને એ મુજબ ધારો બનાવી અમલમાં લાવવા શરૂઆત કરવી જોઈએ.
સુરત – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નોકરીની તકો હોય એવા જ કોર્સ ચાલુ રાખો
હાલમાં જ બ્રિટિશ વડાપ્રધાને નોકરી મળવાની તકો ન હોય એવા તમામ બિન-જરૂરી કોર્સો બંધ કરી દેવાશે એવો નિર્ણય લીધો છે જે આવકારદાયક નિર્ણય છે બીજા અન્ય તમામ દેશો માટે! ભારતમાં પણ શિક્ષણને વેપારનું માધ્યમ બનાવીને અસંખ્ય બિનજરૂરી એવાં કોર્ષો ચાલી રહી છે જે કર્યા પછી પણ નોકરી મળવવા અંગેની કોઈ બાંહેધરી નથી અને આવા કોર્ષો ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા ચલાવીને નોકરી મળશે એવું પ્રલોભન આપીને નોકરી ઈચ્છુક ઉમેદવારો પાસે મોટી રકમ ફી રૂપી વસુલ કરવામાં આવે છે તો આ અંગે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારો રોજગારી ઈચ્છુક ઉમેદવારોના હિતમાં જાગૃત થાય, શિક્ષણ અને ટેકનિકલ ક્ષેત્રે એવા કોર્ષો ચાલુ રાખવાની મંજૂરી આપે કે જે કર્યા પછી નોકરી મળવાની તકો ઉજળી હોય!
સુરત – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.