અમરેલી: અમરેલી (Amreli) જિલ્લામાં સતત બીજા દિવસે ભૂકંપના (Earthqauke) આંચકા અનુભવાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવપકુડંલાના (Savarkundla) મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જેમા સવારે 7:51 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો, ત્યાર બાદ 7:53 કલાકે બાજો આંચકો અને ત્રીજો આંચકો સવારે 7:55 કલાકે અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથઈ 43 કિલોમીટર દૂર નોંધાયું છે. 3.2ની તીવ્રતા નોંધાય છે.
બે દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 4 ફ્રેબ્યુઆરીના રોજ સવારે ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ત્યારે ગતરોજ પણ એક જ કલાકમાં ધરતીકંપના 3 આંચકા અનુભવાયા હતા. ગતરોજ મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગતરોજ અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર ત્રીજા ભૂકંપની 2.8ની તીવ્રતા નોંધાઈ હતી. જણાવી દઈએ કે આ પહેલા 30 જાન્યુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
આ અગાઉ પણ 37 ડિસેમ્બરે પણ અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ભૂકંંપના આંતકા અનુભવાયા હતા. મીતીયાળામાં 40 મિનિટમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યા હતો. સવારે 10:40 અને 11:18 મિનિટે ભૂકંપ આવતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહી રહ્યું છે કે સતત એક મહિનાથી સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે પહેલા મણિપુરના ઉખરૂલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે 6.14 કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે ઉખરુલમાં 4.0ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા શુક્રવારે રાત્રે ઉત્તર પ્રદેશના શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. બીજી તરફ બહારના દેશની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં આજે સવારે જ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.