અમદાવાદ: અમદાવાદમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગનાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આ આગની ઘટના બની છે.આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી, કે કોમ્પ્લેક્ષમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા જ જીવ બચાવવો લોકો કોમ્પ્લેક્ષની અગાસી પર ભાગી ગયા હતા.હોસ્પિટલમાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ
આ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસનાં સર્વર રૂમમાં આગ હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની 12 ગાડીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી.આ કોમ્પ્લેક્ષમાં ખાનગી ઓફિસની સાથે હોસ્પિટલ તેમજ અન્ય એકમો પણ આવેલા છે. આગ લાગતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
કોમ્પલેક્ષની ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી 3 બાળકોનું રેસ્ક્યુ
શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે. આગના પગલે હોસ્પિટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેથી બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.
જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા
આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
આગને કાબુમાં લેવા 500 મીટર સુધીનો રોડ બંધ
આગને કાબુમાં લેવા તેમજ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરવા માટે 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાયો હતો. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહ્યા છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.
2019માં પણ આ જ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી
વર્ષ 2019માં આ જ દેવ કોમ્પ્લેક્સમાં આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપર આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. ત્રણ બાળકોને બચાવી લેવાયા હતા. ત્યારબાદ બી.યુ પરમિશન પણ રદ કરવામાં આવી હતી. ત્યારે સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી હતી.