Charchapatra

પીડ પરાઈ જાણી… સુરતનું રવિવારીય બજાર બંધ ન કરાવો

તાપી નદીના નાવડી ઓવારા કિનારે અગાઉ શનિવારીય અને હાલમાં રવિવારીય બજાર તરીકે સાપ્તાહિક બજાર ભરાય છે. જે પ્રાચીન કાળથી ભરાતું આવેલુ હોવાથી ઐતિહાસિક બજાર ગણાય છે. રવિવારીય બજારમાં શહેરીજનો તથા શહેર આસપાસના વિસ્તારોની જનતાને નવી જૂની જીવન જરૂરીયાતની અનેક વસ્તુઓ કિફાયત ભાવે મળી રહેતી હોવાનું કહેવાય છે.

પરિણામ સ્વરૂપ હજારોની સંખ્યામાં લોકો આ બજારનો લાભ લેવા ઉમટી પડે છે. અનેક નાના સીમાંત ફેરીયાઓ ભંગારીયાઓ જુના કપડા વેચનારાઓ જેવા અનેક વિધ લોકો રોજી રોટીની આસમા રવિવારીય બજારમાં ેપાર કરવા અર્થે આવે છે. વળી નાવડી ઓવારે અનેક ધાર્મક સ્થળો આવેલા છે. અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવાના હોવાનું કારણ ધરી રવિવારીય બજાર બંધ કરાવાય છે. હાલમા તા. 28-4-24ના રોજ પણ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી થવાની હોવાના કારણરૂપે નાનકડુ સ્થળ પર બેનર દ્વારા સૂચના આપી બજાર બંધ કરાવાયું. રાબેતા મુજબ વેપારીઓ તથા ગ્રાહકો મોટી સંખ્યામાં રવિવારીય બજારનો લાભ લેવા આવ્યા પરંતુ બજાર બંધ રહેવાનું હોવાનું જાણી પાછા ફર્યા.

ધાર્મિક કાર્યક્રમના આયોજકોની ધાર્મિક લાગણી અને આસ્થાનું સન્માન કરવુ જોઇએ પરંતુ આયોજકોએ રવિવારીય બજારની તથ્યાત્મકતાને ધ્યાને લઈ આયોજન વૈકલ્પિક રીતે અન્ય દિવસે કરવા વિચારવુ જોઇએ આમ કરવાથી રોજી રોટીની આશા લઈ આવેલા ગરીબ ગુરબાના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થશે એમા શંકા નથી. ધરતી પરના તમામ ધર્મોનો સાર ધા અરક ‘કરૂણા’ ‘દયા’ હવાનું મનાય છે. આજ વાત વર્ષો પહેલા ગુજરાતના સંત નરસિંહ મહેતા પોતાના ભજનમાં કહેતા ગયા વૈષ્ણજન તો તેને રે કરીએ જે પીડ પરાયી જાણે રે’.
સુરત- અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સુરતીઓના મત વિના જ લોકસભામાં સુરતના પ્રતિનિધિ?
૭મી મે ૨૦૨૪ મૂળ સુરતીઓ અને સુરતના મોટા ભાગનાં મતદાતાઓ માટે દુ:ખદ દિવસ. આપણો મતાધિકાર આપણા જ સુરતીએ લોભ, લાલચ પ્રપંચ કપટ કરી છીનવી લીધો. પણ ગુજરાતના અન્ય ભાગમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અન્ય વિસ્તારોનાં લોકોનો એ મતાધિકાર યથાવત્ છે. ત્યારે એક દૈનિકની પૂર્તિમાં પ્રવાસ દરમ્યાન વાંચેલાં થોડાં વાક્યો અત્રે રજૂ કરું છું. જે સુજ્ઞ મતદાતાઓ ગંભીરતાપુર્વક વિચારશે અને તેનો અમલ કરે તેવી વિનંતી છે. (૧). જ્ઞાતિ કરતાં જ્ઞાની પર મ્હોર મારવી જોઈએ. (૨). નેતા અને નૈતિકતા એ બે શબ્દો વિરોધાભાસી થઈ ગયા છે.

(૩) એલ એમ હેન્રી હોમે કહ્યું છે કે, યુ કેન નોટ એડોપ્ટ પોલીટીક્સ એઝ એ પ્રોફેસન એન્ડ રીમેઈન ઓનેસ્ટ. (૪.) બર્નાર્ડ બરુચે કહ્યું છે, “ ઓછાં વચનો આપે તેને મત આપજો, તે તમને ઓછા નિરાશ કરશે. [ટિપ્ણી. ગેરન્ટીની કોઈ ગેરેન્ટી હોતી નથી.] (૫)મતદાન કરતાં પહેલા મનદાન કરવું જોઈએ, વિચાર વાયુની વડવાઈએ ઝૂલીને પછી પસંદગીનો કળશ ઢોળવો જોઈએ. (૬) રૂડાં રૂપાળાં પેકીંગને બદલે અંદરની ગુણવત્તા ચકાસવાનો આગ્રહ રાખવો જોઈએ: ટિપ્પણી સિવાય બધું જ સાભાર.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top