સ્થાયી કે અસ્થાયી સંપત્તિ, મિલકત ધરાવનાર કુટુંબના વડીલનું મરણ થાય ત્યારે તમામ વારસદારોના નામ સરકારી રેકર્ડમાં દાખલ કરાવવા માટે કાયદેસર પેઢીનામું તૈયાર કરી, સક્ષમ અધિકારીને રજૂ કરવાનું હોય છે. તમામ લોકોને રિલાયન્સના ધીરુભાઈ અંબાણીનો મિલકત વહેચણીનો કિસ્સો યાદ જ હશે. ધીરુભાઈ અંબાણીની મિલકત વડીલોપાર્જિત એટલે તેમના તમામ વારસદારોનો હક મળે. આ કિસ્સામાં ધીરુભાઈના પત્ની છોકરા, છોકરીનો હક મળે ધીરુભાઈના પિતાની મિલકત હોય તો તેમાં ધીરુભાઈના પિતાના તમામ વારસોને હક મળે. અહીં ધીરુભાઈની પોતે વસાવેલી મિલકત હતી, એટલે ફક્ત ધીરુભાઈના પત્ની, બે પુત્ર, પુત્રીની વાત કરીએ તો તે મુજબ વહેંચણી કરવાની થાય.
જે તે સમયની વાત બધાને યાદ જ હશે કે કેટલા મહાનુભવ એ દરમ્યાનગીરી કરી હતી, ત્યારે વહેચણીનો મુદ્દો હલ કરી શકાયો હતો. હાલ રિલાયન્સની સ્થિતિ જોઇએ તો મિલકત તો બન્નેને સરખી જ ભાગે આવી હતી. તેમ છતાં મુકેશ અંબાણી ટોપ ઉપર જ રહ્યા, જ્યારે અનિલ અંબાણી દેવાદાર બની ગયા. એ હકીકત સ્વીકારીએ તો પણ જે તે સમયે જો બન્ને એ સંયુક્ત રીતે ધંધો ચાલુ રાખ્યો હોત તો? પણ એવું બનતું નથી. આ બધુ તો ઇતિહાસ તપાસતા જણાશે કે રામાયણ, મહાભારત કાળથી ચાલી આવ્યું છે.
કડવા વેણથી તો મહાભારત રચાયું હતું. રાજા – રજવાડા, બરોડાના ગાયકવાડ કે જામનગર, રાજકોટના જાડેજા પરિવારના કિસ્સાઓ પણ ચમક્યા હતા. રેમન્ડ પરિવારના સિંધનિયાનો કિસ્સો ગજબનો, તેઓને તો છોકરા એ કાઢી મુક્યો છે. આવા તો અનેક કિસ્સાઓ સમાજમાં જોવા મળે અને એટલા માટે જ વૃદ્ધાશ્રમો બનતા જાય છે. એ એક બાજુ સારી બાબત તો બીજી બાજુ? હવે મૂળ વાત જો પેઢીનું નામ આજીવન ટકાવી રાખવું હોઈ તો પણ આ શક્ય નથી. કેમ કે ભારત દેશમાં જુદા જુદા વેરાઓ ભરવાના થાય. તે ભારણ વધારે એટલે ભાગલા પાડવા જ પડે. ચાલો ભાગલા તો આજીવન પડતાં જ રહેવાના અને આ જીવન તો એમ જ ધબકતું રહેવાનું.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.