પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા ફરકાવ્યા હતા. આવા મહત્ત્વના દિને રાજધાનીમાં ટ્રેકટર સરઘસ યોજવાનો આગ્રહ રાખતા ખેડૂતોના કાબૂ બહાર બધું કઇ રીતે ગયું તે આના પરથી દેખાઇ આવે છે.
પોલીસો જાણે પોતાના હાથ બંધાયેલા હોય તેમ ખૂબ લાચાર જણાતા હતા. આ હિંસાને કારણે ખેડૂતોના હેતુઓને ખાસ્સું નુકસાન થયું છે એમાં કોઇ શંકા નથી. પણ સવાલ એ પણ ઊઠે છે કે પોલીસે તેને રોકવા કેમ કંઈ નહીં કર્યું?
જાસૂસીતંત્ર નિષ્ફળ ગયું હતું? કે ખેડૂતો સાથે સંઘર્ષમાં નહીં ઉતરવાની ઉપરથી સૂચના હતી? કેન્દ્રનું ગૃહ મંત્રાલય પોલીસો અને પંજાબથી આવેલા લોકો વચ્ચે સંઘર્ષ નહોતું ઇચ્છતું? તેમને રોકવાના પ્રયાસોમાં પોલીસોએ ગોળીબાર કરવો પડે તેમ હતો? કેટલાક કહેવાતા ખેડૂતો અને શીખ ધાર્મિક વ્યકિતઓએ તલવાર કેમ બતાવી?
દિલ્હીનાં રમખાણો પછી પ્રજાસત્તાક દિનની ઘટનાઓએ ફરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્રણસોથી વધુ પોલીસો જેમાં ગંભીર રીતે ઘવાયા હતા તેવી વરવી ઘટનાઓ રોકવા પોલીસોએ પૂરતા પ્રયાસ કર્યા હતા. એવી વાતો વહેતી થઇ છે કે ખેડૂતોના આંદોલનને કલંક લગાડવા ખુદ પોલીસે જ કેટલાક લોકોને લાલ કિલ્લા પર ચડવા દીધા હતા.
અત્યારના ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય અને અભિનેતા સની દેઓલ સાથેના પોતાના સંબંધોના હિસાબે એક ખેડૂત નેતા અને અભિનેતા દીપ સિધ્ધુ આ ઘટના પાછળ હતો એમ કહી ખેડૂતોનાં જૂથો દોષમાંથી છૂટી નહીં જઇ શકે. દરેક માટે ત્રાસજનક ઘટનાઓ જવાબદારીમાંથી તેઓ છટકી નહીં શકે.
આખરે તો કેન્દ્ર સરકાર પ્રત્યે પોતાની અવજ્ઞા પતાવવા માટે ટ્રેકટર સરઘસ કાઢવાનો ખેડૂતો જૂથોએ આગ્રહ રાખ્યો હતો. તેમણે દિલ્હી પોલીસને ખાતરી આપી હતી કે અમે અમને ફાળવાયેલા માર્ગો પરથી જ પસાર થઇશું. પણ એવું નહીં બન્યું. ખેડૂત નેતાઓએ લોકોને પોલીસો સામેની સમજૂતીનો ભંગ કરતાં અટકાવ્યા જ નહીં, બલ્કે હિંસા ચાલુ થઇ ત્યારે પોતાના હાથ ખંખેરી નાંખ્યા.
આજે ખેડૂત જૂથો હિંસાના મામલે પોતાના હાથ ખંખેરી નહીં શકે. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ અઢાર મહિના મુલતવી રાખવાની કેન્દ્રની દરખાસ્તમાં ખેડૂત જૂથોએ અસ્વીકાર કર્યો હોવાથી હવે તેમના હાથમાંથી બાજી સરી ગઇ છે. મંત્રણાના દૌર દરમ્યાન સરકાર પ્રસ્તાવિત કેટલીક છૂટછાટોનો લાભ લેવામાં તેઓ નિષ્ફળ ગયા છે. કારણ કે તેમને કાયદો પાછો ખેંચાવવાથી ઓછું કંઇ ખપતું ન હતું.
ખેડૂતો પ્રત્યે પૂરી હમદર્દી દાખવી સુપ્રિમ કોર્ટે ઉકેલ આવે ત્યાં સુધી ખેડૂત કાયદાઓનો અમલ પણ મોકૂફ રખાવ્યો હતો. આ પોતાને માટે એક મોટી સિધ્ધિ છે એવું તેઓ સમજયા નહીં. મંત્રણામાં ભાગ લઇ રહેલા કેટલાક વરિષ્ઠ અને વયોવૃધ્ધ ખેડૂત નેતાઓ કાયદાનો અમલ મોકૂફ રાખવાની દરખાસ્તનો સ્વીકાર થાય તેમ ઇચ્છતા હતા. તેમણે અન્ય નેતાઓને એ સમજાવવાની કોશિષ કરી કે એક વાર કાયદો મોકૂફ રખાય પછી તેનો નવેસરથી અમલ કરવાનું સરકાર માટે મુશ્કેલ બની રહેશે.
આમ છતાં પંજાબના ટોચના ખેડૂત નેતાઓ માનતા હતા કે સરકાર ૨૬ મી જાન્યુઆરીની ટ્રેકટર સરઘસની યોજનાને કારણે દબાણ હેઠળ છે અને જો ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચાવવાનો જ આગ્રહ રાખશે તો સરકાર ખેડૂતોની માંગ આખરે સ્વીકારી લેશે. આ નેતાઓ કહેતા હતા કે એક વાર સરકાર કાયદો પાછો ખેંચવા સંમત થાય તો આપણે વતન જઇને લોકોને કહી શકીશું કે આપણે જંગ જીતી ગયાં છીએ.
આ બધામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે ખેડૂતોના નેતાઓ પાછળ કેટલાંક રાજકીય જૂથો છે. આ જૂથો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આંખ મીંચીને વિરોધ કરે છે અને તેમનું આ એક માત્ર ધ્યેય છે. આ જૂથો સમજી ગયા છે કે ભારતીય જનતા પક્ષને ચૂંટણીના રાજકારણમાં હરાવવાનું મુશ્કેલ છે અને મોદી સરકાર માટે કટોકટી સર્જવાનો એક માત્ર ઉપાય જન આંદોલન છે.
કેન્દ્ર સરકારે પણ સમજી લેવું જોઇએ કે સુધારા લાવવાની તેની પધ્ધતિ પણ મુશ્કેલીમાં આવી ગઇ છે. લોકોની ભીતિને અવગણીને સુધારા નહીં લાવી શકાય. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ તેમજ અન્ય કેટલાંક રાજયોમાંથી ટ્રેકટરોમાં ખેડૂતોને આવવા દેવાની તેને ફરજ પડી હતી. આ ટ્રેકટરોનો છેવટે પોલીસ આડશો તોડવામાં ઉપયોગ થયો હતો. ટ્રેકટર સરઘસના કદરૂપાં પ્રકરણો હવે સમાપ્ત થયાં છે ત્યારે મંત્રણાનો દરવાજો બંધ નહીં થવો જોઇએ.
ખેડૂત સંઘોએ કૃષિ કાયદાઓનો અમલ અઢાર મહિના મોકૂફ રાખવાની કેન્દ્રની દરખાસ્ત પર ફેરવિચારણા કરવી જોઇએ અને કટ્ટર વલણ અપનાવતાં પોતાના સાથીઓને આ દરખાસ્ત સ્વીકારવા અને આંદોલનનો અંત લાવવા સમજાવવા જોઇએ. સત્તાવાળાઓએ પણ આંદોલનનું મૂલ્ય ઓછું આંકયું હોઇ શકે. આંદોલન પંજાબ પૂરતું જ સીમિત હતું ત્યારે જ સરકારે તેને હાથ ધરવું જોઇતું હતું.

You must be logged in to post a comment Login