વડોદરા : હરીયાણાથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી ખેડા લઈ જવાતો હતો. જોકે વડોદરા શહેરની પીસીબીની ટીમે વચ્ચે જ પુરે પુરા સપ્લાય પર પાણી ફેરવી દિધુ હતું. જ્યાં વડોદરા શહેરને અડીને આવેલા સાંકરદા ભાદરવા બ્રીજ નજીકથી આ ટ્રકને ઝડપી પાડી તેમાંથી ડ્રાઈવર કંડકટર સહિત રૂ.27.86 લાખની કિંમતનો ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વિગત એવી છે કે, પીસીબીની ટીમે માહિતીના આધારે નેશનલ એક્ષપ્રેસ હાઈવે 1 મીની નદીથી સાંકરદા-ભાદરવા બ્રીજ વચ્ચે ભુંડીયાવાસ સામેથી એક ટ્રકમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યા હતા.
તે દારૂ સહિત (ડ્રાઇવર) કૈલાસ જગમારામ બિશ્નોઇ (શિયાક)(ઉ.વ 23)(રહે. ગામ. જાખલ જી.જાલોર રાજસ્થાન) તથા (કંડકટર)દિનેશકુમાર ખેરાજરામ બિશ્નોઇ (પવાર)(ઉ.વ. ૨૫)(રહે. ગામ.બાવરલા જી.જાલોર રાજસ્થાન) પણ ઝડપાયા હતા. દારૂ અંગે પુછપરછમાં પોલીસ જાણવા મળ્યુ હતું કે, આ દારૂનો જથ્થો હરિયાણાથી બબલુભાઈ જેન(રહે, સાંચોર)એ ઉપરોક્ત ટ્રકમાં મંગાવ્યો હતો. દારૂના જથ્થાથી ભરેલો આ ટ્રક ઈન્દોર ઉજ્જૈન રોડ ઉપર આવેલી હરીયાણા ધમાકા હોટલ ઉપર હતો ટ્રકમાં ચાવી તથા ટુલ બોક્સમાં રૂ.50 હજાર મુકેલા હતા. ટ્રક ત્યાંથી લઈને ખેડા જવાનું હતું. અને ખેડા ખાતે પહોંચી તેઓએ ફોન કરવાનો હતો.
ઉપરોક્ત બંને જણાએ હોટલ પરથી ટ્રક લઈ લીધી હતી અને ગત તા.1એ ત્યાંથી ખેડા જવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં ટ્રકના બે ટાયર ફાટી ગયા હતા. જેથી તેઓએ નાયર પાસે મોલ્ડીંગ ટાયરો લઈ ટ્રકમાં ફિટ કરીને ઈન્દોરથી જાંમ્બુવા થઈ દાહોદ-ગોધરા, હાલોલ થઈ વડોદરા બાયપાસ રોડથી ખેડા જવા માટે દુમાડ ચોકડી થઈને નીકળ્યા હતા. જોકે તે ખેડા પહોંચે તે પહેલા જ પીસીબીની ટીમે સપાટો બોલાવી દિધો હતો. અને ટ્રક, દારૂ, પ્લાસ્ટીક ફોમ સીટ રૂ.53 હજારની, રોકડા વગેરે મળી કુલ રૂ.38.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે બબલુનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધા હતા.