Vadodara

પીસીબીએ બિશ્નોઇ ગેંગના દારૂનો પર્દાફાશ કરી 59 લાખનો દારૂ ઝડપ્યો

વડોદરા: શહેરમાં વિદેશી દારૂનો સપ્યાલ કરનારી બિશ્નોઇ ગેંગના નેટવર્કનો પર્દાફાશ પીસીબીની ટીમે કર્યો છે. વડસર બ્રિજ પાસેથી 59 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લોકોને ધરપકડ કરી હતી. ગોડાઉન સહિતના સ્થળ પરથી વિદેશી દારૂ, ટ્રક, ટેમ્પો અને કાર સહિતના 814.54 લાખનો મુદ્દામાલ કબજે કરીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. શહેરમાં અગાઉ પણ બિશ્નોઇ ગેંગના માણસો પર દારૂના કેસો નોંધાયેલા છે. દરમિયાન બિશ્નોઇ ગેંગની પ્રવૃતિ પર નજર રાખવા માટે કર્મચારીઓને સૂચના મળી હતી.ત્યારે પીસીબીના એએસઆઇ હરીભાઇ વિરમ તથા હે.કો. કાળુભાઇ ખાટાભાઇને બાતમી મળી હતીકે બિશ્નોઇ ગેંગનો સરગના ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ (રહે, કરવાડા ગામ તા.રાણીવાડ જિ.જાલોર રાજસ્થાનની વિરૂદ્ધમાં અગાઉ નોંધાયેલી ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરીથી ધંધો શરૂ કર્યો છે અને શહેરમાં મકાન તથા ગોડાઉન ભાડેથી રાખી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરે છે.

મંગળવારે વહેલી સવારે તેણે મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં આવવાનો છે અને તેના માણસો નરેશન બિશ્નોઇ તથા મોડારામ દેવાસી મોપેડ પર પાયલોટિંગ કરીને વડસર બ્રિજથી કલાલી રોડ થઇ ગોડાઉન પર લઇ જવાનો છે. જેના આધારે પીસીબીના પીઆઇ સહિતની ટીમે વડસર બ્રિજથી કલાલી રોડ પર આવેલા મંગલા બ્લ્યુ બેલ નામની નવી બંધાતી સાઇટ પાસે જ મોપેડ તથા દારૂ ભરેલા ટ્રક સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપર કરતા દારૂનો જથ્થો શેઠ ઘેવરચદ ભાગીરથરામ બિશ્નોઇ મંગાવ્યો હોવાનું તેમજ ભાયલી રોડ પર ગોડાઉનમાં ઉતારવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વડસર બ્રિજ પરથી અને ગોડાઉનમાંથી મળીને 59 લાખના દારૂ સાથે 81.54 લાખનો મુદ્દામાલ કબજે સાથે મોડારામ પાતાજી દેવાસી (રબારી), શ્રવણકુમાર કિશનરામ બિશ્નોઇ, ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ તથા પુનમારામ ગીગારામ દેવાસી (આલ)ને ગુનો દાખલ કરાયો છે.

બે દુકાનોમાંથી દારૂનો સ્ટોક કરાયો હતો
ભાયલી ગામે પ્રાથમિક શાળા સામે ધી રાઇઝ ક્લાસીક પહેલા રહેતા ઘેવરચંદ ભાગીરથરામ બિશ્નોઇ (ઢાકા) મૂળ રહે કરવાડા ગામ રાજસ્થાનને દારૂનો જથ્થો મંગાવ્યો હતો.દારૂનો જથ્થો રાખવા માટે એક દુકાન ભાડે રાખીને તેમાં ગોડાઉન બનાવ્યું હતું.નારાયણ ઉર્ફે નરેશ બિશ્નોઇ મોપેડ પર જામ્બુઆ બ્રિજથી ટ્રકનું પોઇલોટિંગ કરે ગોડાઉન પર લઇ જવાના હતા.ગોડાઉનમાં અન્ય દારૂનો જથ્થો છે ત્યાં ઘેવરચંદ તથા પુનમારામ દેવાસ હાજર છે. જેથી સેવાસી પ્રિયા ટોકીઝ પાછળ એપીએસ સ્કૂલની પાસે અવધ હાઇ્ટસની દુકાન નં. 1માં તપાસ કરતા બે શખ્સો સાથે દુકાનમાં રાખેલો દારૂનો જથ્થો તથા ફિનાઇલની બોટલ તેમજ કાર,ટેમ્પો સાથે ઝડપી પાડ્યા હતા. બાદમાં રાજયોગ રેસિડન્સી સામે 13 નંબરની દુકાનમાં માંતી પણ બાઇક સહિત દારૂ અને ફિનાઇલ મળ્યો હતો.

Most Popular

To Top