પીસીબી, કારેલીબાગ, વારસિયા અને પાણીગેટ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા

વડોદરા, : કારેલીબાગ પોલીસને મળેલી બાતમી મુજબ નાગરવાડા ગોલવાડ નજીક પ્રકાશ નગર પાસે સાઇનાથચોક પાસે વિદેશી દારૂ ઊતરવાનો છે. પોલીસ સાથે સતર્કતા પૂર્વક વોચ રાખતા 8:30 વાગ્યે બાતમી મુજબ ની રીક્ષા જોવા મળી હતી પોલીસે રિક્ષા ને રાત્રિને તપાસ કરતા ચાલક સહિત ત્રણ ઈસમો અંદર હતા. રિક્ષામાં તપાસ કરતા વિદેશી બનાવટના 55 ટ્રાફિક ના પાઉચ મળી આવ્યા હતા પોલીસે ડ્રાઇવર રાજુ પરમાર શંભુ ભીખા રાજપુત અને વિવેક સંતોષ રાજપુત ની ધરપકડ કરીને પૂછતાછ કરતા નીરવ નામના બુટલેગર પાસેથી જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતા. પોલીસે ગુનો દાખલ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો નીરવ ને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

વારસિયા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ પાસે એક્સેસ મોપેડમાં વિદેશી શરાબ ની તથા ટેત્રપેક સાથે સંજય ચૌહાણ ને પકડી પાડ્યો હતો આક ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રાજીવનગરમાં રહેતા મીતેશ ધોબી પાસેથી દારૂનો જથ્થો લાવયો હતો જ્યાં પોલીસે છાપો મારીને મહંમદ સલીમ ઉર્ફે મોહસીન શેખ ને ઝડપી પાડયો હતો તથા મકાનમાંથી અલગ-અલગ જગ્યાએથી વિદેશી દારૂનો ૩૦ હજારની કિંમતનો જથ્થો પકડી પાડયો હતો. પીસીબીની ટીમે પણ વારસિયામાં સપાટો બોલાવ્યો હતો. વોર્ડ નંબર બે ની ઓફીસ સામે સમૃદ્ધિ કોમ્પલેક્ષમાં આવેલ આશીર્વાદ ટેલર નામ ની દુકાન માં છાપો માર્યો હતો દરજીકામ ની આડ માં દારૂનો વેપલો કરતા ઈશ્વર ફતેસિંહ પરદેશી (રહે: 689, સંવાદક્વાર્ટર,વોર્ડ નબર 2સામે,સંગમ પાછળ,વારસીયા,) ને દેશી દારૂની સાત બોટલ સાથે બાથરૂમમાં બનાવેલા ભોંયરામાં છુપાવેલ જથ્થા સહિત 58 બોટલ દારૂ મોબાઈલ અને રોકડ સહિત 33 હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી.
પાણીગેટ પોલીસે પણ વાઘોડિયા રોડ ઉકાજીના વાડીયા પાસે ભાથીજીના મંદિર સામે ભુતમામાની ગલીમાં રહેતો કરણ કનૈયાલાલ કહારના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકેલા ગોદડા નીચે જમીનમાં ખાડો ખોદીને બનાવેલા ભોયરામાંથી પોલીસે 27હજારની કિંમતની પ૪ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top