Charchapatra

પર્યાવરણની જાળવણી તરફ ધ્યાન આપો

ગ્લોબલ વોર્મિંગ હાલ ચરમશીમાએ છે. આપણે ત્યાં સપ્ટેમ્બર મહિના પછી ચોમાસુ વિદાય થતુ હોય છે, પરંતુ હવે બદલાયેલી પેટેન્ટ પ્રમાણે દિવાળી પછી પણ વરસાદ હજુ ચાલુ છે. ખેડૂતોનો ડાંગરનો પાક કે અન્ય પાકો આ વરસાદને કારણે બગડી ગયો છે. હમણાં જ હું ઓલપાડમાં આવેલા મંદિરોમાં દર્શન કરવા ગયો હતો. પ્રવાસ દરમિયાન જોયું કે ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતોએ ખેતરમાંથી કાઢી રસ્તા પર હાર બંધ ગોઠવ્યો હતો. તે જ દિવસે વરસાદનું આગમન થતાં તૈયાર પાક ધોવાઈ ગયો. માનવીની વધેલી જરૂરિયાત પૂરી કરવા માટે ક્રુડ ઓઇલ જે ભૂગર્ભમાંથી કાઢવામાં આવે છે, જંગલો કપાતા જાય છે, જંગલોનો નાશ થતો રહેશે તો પછી આવનારા સમયમાં માનવજાત માટે આ પૃથ્વી પર વસવાટ કરવો અતિ દુષ્કર બની જશે. આખી દુનિયાના દેશોએ સખત કાયદા બનાવી પર્યાવરણની પૂરતી જાળવણી તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે નહીં તો પછી માનવજાત વિનાશ તરફ જઈ રહી છે.
સુરત     – વિજય  તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top