પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકા પંચાયત અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સામે પાવી જેતપુર પોલીસ મથકમાં છેતરપીંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદ નોધાઈ છે. પાવી જેતપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમન યોગેશ રાઠવા અને બોડેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હિતેશ કોલી વર્ષોથી રેતીના ધંધા સાથે સંકળાયેલા છે. જેને લઈને તેઓ દ્વારા અમદાવાદના સંજીવભાઈ સતિષભાઇ પટેલનો સંપર્ક થોડા સમય પહેલા જ જેલમાં મૃત્યુ પામેલા દીપકભાઈ દાની દ્વારા ૨૦૧૭ માં સંપર્ક થયો હતો.
અને તે સમયે ફરીયાદી સંજીવભાઈને બંને કારોબારી ચેરમેન દ્વારા અમારી પાસે સુસ્કાલ ગામે ખાણ ખનીજ દ્વારા ખાણ મંજૂર કરાવેલ છે. તેમાથી તમે રોકાણ કરો તો ખૂબ રૂપિયા કમાઈ શકો છો. તેમ કહીને મિટિંગ કરીને અમને રેતી કાઢવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે કહીને ઓરસંગ નદીના પટમાં લઈ જઈને આ લીઝ અમારી છે બતાવીને રુપિયાનું રોકાણ કરવા જણાવ્યૂ હતું.
અને લીઝ ચાલે ત્યા સુધી રૂ. ૯૫ લાખ રોકવાનું નક્કી કરીને હક્ક આપવામાં આવ્યો હતો. અને પ્રથમ રૂ. ૩૦ લાખ આપવાનું નક્કી થયું હતું. આ રૂપિયાની લેવડ દેવડ કરીને તે અંગેનું લખાણ નોટરી પણ કરાવ્યૂ હતું. અને ખાણ ખનીજનો ક્યુ.એલ. પણ બતાવીને યોગેશ રાઠવા અને હિતેશ કોલી રેતીનું વેચાણ સંભાળશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. કહીને વિશ્વાસ અપાવવા માટે અત્યાર સુધીની કમાણી પેટે તા. ૧૫/૫/૨૦૧૮ ના રોજ બેન્ક ઓફ બરોડા, જબુગામનો રૂ. ૨,૫૦,૦૦૦/- નો ચેક હીતેશભાઈ કોલીના નામનો સંજીવભાઈ પટેલને આપવામાં આવ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરવા માટે કહું ત્યારે કરજો તેમ કહીને ચેકનો સમય પૂરો કરી દીધો હતો.