આઝાદ ભારતમાં વસતા સૌ નાગરિકો ભારતીય હોવાનું ગર્વ રાખવું જોઇએ. અંગ્રેજોની ગુલામીમાંથી આપણાં લડવૈયાઓ મહાત્મા ગાંધીજી-સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ વિગેરેએ મુકિત અપાવી અને 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે અમૃત મહોત્સવ પણ ઉજવ્યો. તા. 26 જાન્યુઆરી, 15મી ઓગસ્ટ આ બે રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વની ઉજવણી દર વર્ષે થાય છે. પરંતુ પહેલા જે પ્રજામાં દેશપ્રેમ દેશદાઝ હતી તે હવે ઓછી થતી જાય છે. કલેકટર મામલતદાર કચેરીએથી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આગેવાનો નેતાઓને આમંત્રણ કાર્ડ મોકલવામાં આવે છે. તેમ છતાં ધ્વજવંદન વખતે પાંખી હાજરી હોય છે. તે ઉચિત નથી. રાષ્ટ્રીય પર્વ માટે આમંત્રણ શા માટે? દરેકની નૈતિક ફરજ છે. તિરંગાની આન બાન શાન જળવાવી જોઇએ કેમકે તિરંગાના ત્રણ રંગોમાં શૌર્ય, શહાદત વિરતાના ગુણો સમાયેલા છે. યુવાનો કાર બાઇક પર તિરંગો લગાવીને ફરે છે. પવનના કારણે કાદવ કીચડમાં પડતા તિરંગાનું અપમાન થાય છે તે ન થાય તેની જવાબદારી પણ આપણી જ છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘‘હું કદી મોત નથી વેચતો!’’જ્હોન અબ્રાહમ
જ્હોન અબ્રાહમ ફિલ્મ કલાકાર કે જેણે પ્રેસ મિડીયાને જણાવ્યું કે પાન-મસાલાનો પ્રચાર કરી રહેલા અભિનેતા પર રોષ ઠાલવ્યો એ ઉપરોક્ત વાક્ય કહું: જે લોકો દ્વારા, તેના ચાહકો દ્વારા સેલિબ્રીટી બની છે તેવા બોલીવુડ કે રમતગમતના સ્ટારો ખાસ કરીને ક્રિકેટના જ તેવો નાણાં કમાઈ લેવાની હરિફાઈ બિલકુલ ફાલતુ અને હાનીકારક ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થોની ધૂમધડાકે જાહેરાતોમાં ભાગ લઈ કમાઈ લે છે. કઈ સેલીબ્રીટી પર વિશ્વાસ કરવો, કોની સમજને સમજવી તે અધરૂ થતું જાય છે સાધૂના વેશમાં શેતાન તો જોયા પણ સેલિબ્રીટીના વેશમાં ઝેર વેચતા તત્વો પર રોકટોક ન હોય પણ તેને કોઈ સામાજીક જવાબદારી ચાહકો પર તેની પડતી આડ અસર વિશેની સમજ તેનામાં કે તેના સેક્રેટરીઓમાં પણ નહી હોય? ત્યારે સેલીબ્રીટીઓ કે જે મોત વેચે છે તેની સામે જ્હોન અબ્રાહમનો ગુસ્સો બિલકુલ વ્યાજબી છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.