પટનાઃ (Patna) બિહારના પટનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આરજેડીના (RJD) પૂર્વ ધારાસભ્ય (Former MLA) ગુલાબ યાદવ અને બિહાર સરકારના ઉર્જા વિભાગના સચિવ સંજીવ હંસ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ આ બંને વિરુદ્ધ અનેક વખત બળાત્કાર (Rape) આચાર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના વકીલે કહ્યું હતું કે ‘તેણે એક બાળકને પણ જન્મ આપ્યો છે અને અમે ડીએનએ ટેસ્ટ માટે અરજી કરી છે. કોર્ટ દ્વારા આપેલા આદેશ અનુસાર આ ટેસ્ટ કરવામાં આવ્યો છે.જોકે હાલ તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
- અહીં આરજેડીના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવ અને
- ઉર્જા વિભાગના સચિવ સંજીવ હંસ પર બળાત્કારનો આરોપ લાગ્યો
- બંદૂકની અણીએ તેના પર દુષ્કર્મ કર્યું હોવાના આરોપ
બંદૂકની અણીએ તેના પર દુષ્કર્મ કર્યું હોવાના આરોપ
આ ચકચારીત બની ગયેલી ઘટના અંતર્ગત પીડિતા મહિલાના વકીલ આર.કે.શર્માએ કહ્યું, ‘તેણી (પીડિત છોકરી)એ કહ્યું કે પૂર્વ ધારાસભ્યએ તેને બિહાર મહિલા આયોગમાં સભ્ય પદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેના બાયોડેટા સાથે તેના ઘરે આવવા કહ્યું હતું. જેથી આવી લાલચ વશ તે મજૂબૂરીમાં તેમના ઘરે ગઈ હતી પણ ત્યાં કઈક અજુગતું બન્યું હતું. ત્યાં તેણે બંદૂકની અણીએ તેના પર દુષ્કર્મ કર્યું હતું. જ્યારે તેણી કેસ દાખલ કરવા ગઈ ત્યારે તેણે ઘરની કરવા કહ્યું હતું એટલુંજ નહિ લગ્ન કરવા માટે તેને સિંધુર લાવવા કહ્યું હતું જોકે આવું કર્યા બાદ લગ્ન થયા જ ન હતા.
પુણામાં પીડિતાના ભોજનમાં ઘેની પદાર્થ ભેળવીને દુષ્કર્મ આચર્યું
વધુમાં પીડિતાના વકીલે જણાવ્યું હતું કે આરોપી ત્યારબાદ તેણીને પુણે લઈ ગયો અને કહ્યું કે તેણે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. ત્યાં તેણે અને સંજીવ હંસે તેના ખાવામાં નશીલો પદાર્થ ભેળવીને તેના પર અનેકો વકાર દુષ્કર્મ કર્યું હતું. આ મામલાને લગતો એક વીડિયો બનાવ્યો હતો. આ પછી બંનેએ તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. હવે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુલાબ યાદવ અને પૂર્વ આરજેડી ધારાસભ્ય અને બિહાર સરકારના ઉર્જા વિભાગના સચિવ સંજીવ હંસ બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફસાયા હોય તેમ લાગે છે. પીડિત મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે જે બાદ આ મામલો ગરમાયો છે.