પશ્ચિમ બંગાળ ( west bangal) માં આવેલા ચૂંટણી ( election) ના પરિણામો બાદ હવે ત્યાં હિંસા ભડકી છે . દરરોજ બંગાળના અલગ અલગ ભાગોમાથી હિંસા અને આગ તેમજ હત્યાના સમાચારો આવી રહ્યા છે ત્યારે નવસારીના વિધાનસભા મત વિસ્તારના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ( c r patil) એક નિવેદન આપ્યું છે. સી આર પાટિલે કહ્યું કે ચૂંટણીઓ આવે અને જાય છે અને તેમાં હાર અને જીત થતી હોય છે પરંતુ બંગાળ વિશિષ્ટ પ્રકારનું રાજ્ય છે કે જ્યાં તેઓ હાર ખમી શકતા નથી. કોઈ પણ ભોગે જીતવા માટેના પ્રયાસોના કારણે ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર હુમલા કરવામાં આવે છે અને મર્ડર કરવામાં આવે છે અને ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભાજપના સેંકડો કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા છે.
સી આર પાટિલે વધુમાં કહ્યું કે હાલમાં બંગાળમાં ચૂંટણી ના પરિણામો આવી ગયા બાદ પણ ત્યાં ભાજપના કાર્યકર્તાઓ સુરક્ષિત નથી. આગેવાનોના ઘરો અને ઓફિસોમાં હુમલા કરીનેતેમની હત્યા કરવામાં આવી રહી છે અને આ લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. તાત્કાલિક ધોરણે સરકારે ભાજપના આગેવાનો સુરક્ષા આપવી જોઈએ અને જૉ ન કરે તો કેન્દ્ર સરકારે આ સરકારને બરતરફ કરવી જોઈએ. દેશભરમાં ચૂંટણીઑ થાય છે અને કોઈ પક્ષ જીતે છે તો કોઈ પક્ષ હરે છે પણ બંગાળમાં પરિણામો બાદ આવી ભયાનક હિંસા અયોગ્ય છે. ત્યાં રોજ ભાજપના આગેવાનોને ટાર્ગેર્ટ કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જી ( mamta benarji) એ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ જગદીપ ધનખડે કોવિડ 19ના કહેરની વચ્ચે રાજભવનમાં આયોજિત સામાન્ય સમારોહમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.બેનર્જીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા. પાર્થ ચેટર્જી અને સુબ્રત મુખર્જી જેવા ટીએમસીના નેતાઓ ઉપરાંત ટીએમસીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા રણનીતિકાર પ્રશાંત કિશોર અને બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી આ સમારોહમાં હાજર હતા. બેનર્જીએ કહ્યુ કે પદ સંભાળ્યા બાદ તેમની પહેલી પ્રાથમિક્તા કોરોનાની સ્થિતિને પહોંચી વળવાની રહેશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તાત્કાલિક તમામ રાજનીતિક દળોને શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી. મમતાએ રાજનીતિક હિંસા પર કહ્યુ કે બંગાળના પ્રશાસનિક તંત્ર ચૂંટણી પંચને આધિન હતુ. હવે અમે ગળબડીને પહોંચી વળીશુ.