Gujarat

પાટીદારોને ઓબીસી કવોટામાં અનામત નહીં મળે : આઠવલે

કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી કવોટામાં સમાવેશ થઈ શકે નહીં, માટે તેમને અલગથી કવોટામાં અનામત આપવી જોઈએ. આઠવલેના આ નિવેદનથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

અમદાવાદની મુલાકાતે આવેલા આઠવલેએ કહ્યું હતું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, દેશમાં પ્રતિવર્ષ 1 લાખ આંતર જ્ઞાતિય લગ્ન થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ 8 લાખથી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ.તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી વિચારીને પલા ફરે છે. મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે તેમ નથી. 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી 350 અને એનડીએનું 400થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે.

Most Popular

To Top