Gujarat

પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ? મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલાં નરેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું

ગાંધીનગર : આજે પાટીદાર(Patidar) સમાજના આગેવાન તથા ખોડલધામ મંદીરના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh patel) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) સાથે ગાંધીનગર (Gandhianagar)માં બેઠક યોજાવાની છે. બેઠક પહેલા જ નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે સંકેતો આપતા રાજકારણ ગરમાયું છે. પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું કહ્યું કે રાજનિતીમાં મારે જવું કે ન જવું એ પાટીદાર સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મુંઝવણમાં નાંખવાનું હોય છે. વધુમાં તેમણે કહ્યું કે પરિસ્થિતિના આધારે મુખ્યમંત્રી અને મંત્રી નક્કી થાય છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક પહેલા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ સામેના કેસ પાછો ખેંચવા રજૂઆત કરીશું અને સાથે જ મૃતકોના પરિવારજનાને વળતર મળે તે અંગે પણ રજુઆત કરીશું. નોધનીય છે કે આજની આ બેઠકમાં નરેશ પટેલ સાથે અલ્પેશ કથીરિયા (Alpesh kathiriya), દિનેશ બાંભણિયા(Dinesh Babhaniya) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ભરતસિંહ સોંલકી (Bharatsinh solanki)ની મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે. કારણ કે તેમણે પાટીદાર સમાજના અગ્રરીણી અને ખોડલધામ મંદિરના પ્રમુખ નરેશ પટેલ સહિતના અન્ય મહાનુભવો સાથે બેઠક યોજી હતી. ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે,ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. ધાર્મિક સ્થળેથી લઈને રાજનીતિક નિવેદનને પર ભારે-તર્ક વિતર્ક થયા હતા. ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને નવા મુખ્યમંત્રીના ભાગરૂપે ભુપેન્દ્ર પટેલની પસંદગી થઈ. આ અગાઉ પણ થોડા મહિના પહેલા સી.આર.પાટીલે સૌરાષ્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત મળી હતી. જે પાટીદાર સમાજના વોટ બેંકને મનાવવાના પ્રાયસ હોવાનું ચર્ચાય રહ્યું છે. કારણ કે શુક્રવારે ભરતસિંહ અને નરેશ પટેલની મુલાકાત બાદ કોગ્રેંસ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી થઈ. અને વિપક્ષના નેતા તરીકે સુખારામ રાઠવાની પસંદગી થઈ. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે પાટીદાર મતોને કોગ્રેંસ તરફ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં ખોડલધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાટીદાર જ હોવા જોઈએ.

Most Popular

To Top